કોન્ડમનો યૂઝ કરવાં છતાં રહી જાય છે બાળક, જાણો આવું કેમ થાય છે?

GUJARAT

અણગમતી પ્રેગ્નંસી અને સેક્સ સાથે જોડાયેલી બીમારીઓથી બચવા કોન્ડમનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે. સુરક્ષીત સેક્સ માટે તેની સલાહ ડોક્ટર આપે છે. જો તમે ફેમિલી પ્લાન કરતા નથી અને હાલ બાળક કરવાની ઈચ્છા ન હોય તો તમે સેક્સ દરમિયાન કોન્ડમનો ઉપયોગ કરી શકો છો.

કોન્ડમનો ઉપયોગ કરતી વખતે કેટલીક વાતોની ખાસ કાળજી રાખવી જોઈએ. કોન્ડમ પ્રેગ્નંસી કોરવા માટેની 100% ગેરન્ટી નથી. કદાચ તમે બારીકાઈથી આ વાત જોઈ નહી કોન્ડમના પેકેટ પર આનો ઉપયોગ કેમ કરવો તેની માહિતી આપવામાં આવી છે.

મોટા ભાગના એવા મામલાઓમાં જેમાં કોન્ડમનો ઉપયોગ કર્યો હોય તો પણ પ્રેગ્નેટ થવાના સમાચાર આવે તો સમજી લેવાનું કે તમે કોન્ડમનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છો. કેટલાક કપલ એકસ્ટ્રા કેર કરવાના ચક્કરમાં ડબલ કોન્ડમનો ઉપયોગ કરે છે. ડબલનો મતલબ પરફેક્ટ નથી હોતુ. આનાથી સ્પર્મ પાર્ટનરમાં એન્ટર થવાની શક્યતા વધી જાય છે.

કોન્ડમનો ઉપયોગ કરતાં પહેલા કરો ચેક

કોન્ડમનો ઉપયોગ કરતાં પહેલા એક વાર ચેક કરી લો તે ક્યાંક ફાટેલુ તો નથીને જો ક્યાંય ફાટેલુ હશેતો તે તમારા માટે કોઈ કામનું નથી. સાથે સાથે તેની એક્સપાયરીને પણ સારી રીતે ચેક કરીલો. કોન્ડમની સાથે સાથે પુલઆઉટ મેથડ પ્રેગ્નસીના ચાન્સને ખુબજ ઓછી કરી શકે છે. જો તો પણ તમને શંકા લાગે તો બર્થ કંટ્રોલ પિલનો ઉપયોગ કરી શકો છો.

યુઝલેસ નથી કોન્ડમ

ધ્યાન રાખો કોન્ડમ ભલે 100 ટકા પ્રેગ્નસી રોકવાની ગેરન્ટી આપતું નથી, પણ તેનો મતલબ એ નથી કે તે સાવ નકામુ છે. અણગમતીકે ન જોઈતી પ્રેગ્નન્સીને રોકવા મોટા ભાગે કોન્ડમનો ઉપયોગ થાય છે અને મોટા ભાગે તે સફળ પણ છે. કેટલાક કિસ્સાઓને બાદ કરતા તે સુરક્ષીત અને સફળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *