છૂટાછેડાની વાત સાંભળતા જ પત્ની વિફરી, પતિનુ ખૂન કરીને પ્રાઈવેટ પાર્ટ તેલમાં તળી નાખ્યું

WORLD

બ્રાઝિલની એક મહિલા પર આરોપ છે કે તેણીએ તેના પતિ સાથેની દલીલ બાદ તેની હત્યા કરી હતી અને તેણે તેના પતિના પ્રાઈવેટ પાર્ટને તેલમાં નાખીને તળી નાખ્યું હતું. પોલીસે 33 વર્ષીય ક્રિસ્ટીના રોડ્રિગેઝ મશાડોની ધરપકડ કરી છે.

ક્રિસ્ટીના બ્રાઝિલના શહેર સાઓ ગોનકાલોમાં તેના પતિ આંદ્રે સાથે રહે છે. આ યુગલમાં અવારનવાર ઝઘડો થતો હતો. પોલીસ ઘટના સ્થળે આવી ત્યારે તેમને જાણ થઈ કે આન્દ્રેના પાર્ટને એક ફ્રાઈંગ પેનમાં સોયાબીન તેલ સાથે પકાવી નાખ્યું હતું.

રિપોર્ટ્સ અનુસાર, આ યુગલ તેમના સંબંધો સમાપ્ત કરવા અંગે ચર્ચા કરી રહ્યું હતુ. આ દંપતી છેલ્લા 10 વર્ષથી એક સાથે હતું અને બે વર્ષથી અલગ થઈ ગયા હતા, પરંતુ થોડા સમય પછી આન્દ્રે અને ક્રિસ્ટીના ફરી એકવાર સાથે રહેવા લાગ્યા હતા.

પોલીસને આન્દ્રે અને ક્રિસ્ટીનાના ઘરમાંથી છરી મળી છે. દંપતીને આઠ વર્ષનો પુત્ર અને પાંચ વર્ષની એક પુત્રી છે. બંને એક સાથે પિઝાની દુકાન ચલાવતા હતા. પોલીસના જણાવ્યા મુજબ ક્રિસ્ટીનાએ સવારે 4 વાગ્યે તેના પતિની હત્યા કરી હતી.

મહિલાના વકીલે આ કેસમાં કહ્યું હતું કે ક્રિસ્ટીનાનો પતિ તેની સાથેના સંબંધો સમાપ્ત કરવા માંગતો નહતો. તે ક્રિસ્ટીના માટે એકદમ ઝેર બની ગયો હતો. તે કહેતો હતો કે જો તુ મારી સાથે નહીં રહે, તો કોઈ બીજાની સાથે પણ નહીં રહી શકે.

વકીલે એમ પણ કહ્યું કે આન્દ્રે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો હતો અને ક્રિસ્ટીનાએ આત્મરક્ષણમાં આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે ક્રિસ્ટીનાએ તેના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને કોઈ વિરોધ વિના પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આંદ્રેની બહેન એડ્રિયાના સાન્તોસે કહ્યું કે તેની બહેને તેના પતિની હત્યા કરી કારણ કે તેને શંકા હતી કે આંદ્રે તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. આ દંપતીના સંબંધીઓ કહ્યું કે, આ દંપતી વચ્ચે બહુ ઝઘડા થતા હતા.

Leave a Reply

Your email address will not be published.