છૂટાછેડા પછી સામંથા રૂથ પ્રભુ પહોંચી ભગવાનની શરણમાં

BOLLYWOOD

સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અભિનેતા નાગા ચૈતન્યથી અલગ થયા બાદ ચર્ચાઓમાં છે. હાલ તે પોતાને વ્યસ્ત રાખવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. છૂટાછેડાની જાહેરાત કર્યા બાદ, સામંથા થોડા દિવસો એકલી રહી અને પછી ચાર ધામની યાત્રા ઉપડી ગઈ. અભિનેત્રીએ બદ્રીનાથ મંદિરની બહારની તસવીરો શેર કરી અને જણાવ્યું કે તેની યાત્રા અહીં આવીને ખતમ થઈ.

સામંથાએ કરી ચારધામની યાત્રા

બદ્રીનાથ ધામની મુલાકાત લીધા બાદ સામંથાએ તેની તસવીર શેર કરી છે જેમાં તે શિલ્પા રેડ્ડી સાથે હેલિકોપ્ટર પાસે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે પોતાની ચારધામ યાત્રાનો અનુભવ પણ શેર કર્યો છે. ફોટો શેર કરતી વખતે, સામંથાએ લખ્યું- ‘શાનદાર ટ્રિપ ખતમ થઈ. ચારધામ યાત્રા, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. જ્યારથી મેં મહાભારત વાંચી છે ત્યારથી હું હંમેશા હિમાલયથી મોહિત રહી છું. પૃથ્વી પર આ સ્વર્ગ, મહાન રહસ્યનું સ્થળ, દેવતાઓનું નિવાસસ્થાનની યાત્રા કરવાનું એક સ્વપ્ન રહ્યું છે.’

પોસ્ટ શેર કર્યા પછી, સામંથાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી અને કહ્યું, ‘તમે અત્યારે જે છો એ માટે આભારી રહો, અને આવતીકાલે તમે જે બનવા માંગો છો તેના માટે લડતા રહો.’

ફિલ્મોની વાત કરીએ તો સામંથા હાલ તેના આગામી પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપી રહી છે. તેણે બે મોટી ફિલ્મો સાઈન કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, સામંથાની ફિલ્મ બે ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published.