ચીનમાં મહિલાઓ તેમના પતિઓને કેમ આપવા લાગી નપુંસક બનવાની દવાઓ? ચોંકાવનારૂ કારણ

GUJARAT

ચીનમાં કેટલાક પતિદેવોની લફરાબાજીથી બચવા માટે મહિલાઓએ એક નવી જ તરકીબ અપનાવી છે. આ એવી તરકીબ છે જેને જાણીને ભલભલાના રૂંવાટા ઉભા થઈ જાય. પતિ કોઈ બીજી મહિલા પાસે ના જાય તે માટે કેટલીક મહિલાઓ પતિદેવોને ખાસ પ્રકારની દવાઓ ખવડાવે છે.

આ દવા કોઈ સામાન્ય દવા નથી પણ પુરૂષને નપુંશક બનાવવા માટેની છે. એક અહેવાલ પ્રમાણે ચીનમાં પત્નીઓ તેમના પતિને છાની માની દવા આપે છે જેનાથી તેઓ નપુસકતાનો શિકાર બને છે અને બીજી મહિલા તરફ જુએ જ નહીં.

અહેવાલ પ્રમાણે મહિલાઓ તેમના પતિઓને ડાયથાઈલસ્ટીલબેટ્રોલ નામની દવાઓ ખવડાવી રહી છે. આ એક પ્રકારનું સિંથેતિક એસ્ટોજન છે જે પુરૂષોને ઈરેક્શનથી રોકે છે. કેટલીક મહિલાઓ તો ઓનલાઈન ઓર્ડર કરીને આ દવાઓ મંગાવે છે. જેને છાની માની જમવામાં કે પીણામાં ઓગાળીને આપી દે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ દવા ખાધા બાદ કેટલાક પતિઓએ પોતાની પત્નીઓ સાથે ચિટિંગ કરવાનું બંધ કરી દીધું છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેટલીક મહિલાઓના ફિડબેક પણ લેવામાં આવ્યા છે. જેમાં એક મહિલાએ આ દવાને અકસીર ઉપાય ગણાવી હતી. એક મહિલાએ જણાવ્યું હતું કે, જેવી આ દવા તેમના પતિને ખવડાવવાની શરૂ કરી તો બે જ અઠવાડીયામાં તેની અસર દેખાવવાની શરૂ થઈ ગઈ હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે હવે પતિ ઘરે જ રહે છે અને તેની સાથે સારી રીતે વર્તન પણ કરે છે.

જોકે આ અહેવાલ સામે આવ્યા બાદ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આ દવા ગાયબ થઈ ગઈ છે. રિપોર્ટ્સને પ્રમાણે કેટલીક જગ્યાએ આ દવાઓ સફેદ પાવડર તરીકે વેચવામાં આવી રહી છે જે ગંધવિહિન અને પાણીમાં ભળી જાય તેવી છે.

Leave a Reply

Your email address will not be published.