છૂટાછેડાની ખબર વચ્ચે પ્રિયંકાએ પ્રેગનેન્સી… દારૂ પીશું, સૂઇશું…

BOLLYWOOD

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. તેણે પોતાના નામમાંથી પતિ નિકની સરનેમ ‘જોનાસ’ હટાવી દીધી છે. પ્રિયંકા ચોપરાએ આ કર્યું ત્યારથી તેના છૂટાછેડા વિશે સતત સમાચાર આવી રહ્યા છે. એ વાત જાણીતી છે કે બોલીવુડની તમામ અભિનેત્રીઓ અલગ થયા પહેલા પોતાના પતિ સાથે આવું કરતી રહી છે.

પરંતુ શું પ્રિયંકા ચોપરા ખરેખર તેના પતિ નિક જોનાસને છૂટાછેડા આપવા જઈ રહી છે? તેની માતા મધુ ચોપરાએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને પ્રિયંકા ચોપરા તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. એક તરફ જ્યાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના છૂટાછેડાને લઈને અસમંજસ છે, તો બીજી તરફ અભિનેત્રીએ તેના નવા શોમાં પ્રેગ્નન્સી વિશે ઘણું બધું કહ્યું છે.

નિકના ભાઈઓનું ઉદાહરણ આપતાં પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘અમે એકમાત્ર એવા કપલ છીએ જેમને હજુ સુધી સંતાન નથી થયું. આ જ કારણ છે કે હું આજે આ જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. માફ કરજો બેબી, મારે આ કહેવું છે. નિક અને હું પ્લાન કરી રહ્યા છીએ કે આજે રાત્રે દારૂ પીશું અને કાલે સવારે સૂઈશું.

સ્વાભાવિક છે કે પ્રિયંકા ચોપરા હજુ પણ બાળકના આયોજનને લઈને ગંભીર નથી અને તે હજુ પણ લાઇફને એન્જોયમેન્ટથી જીવવા માંગે છે. નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના લગ્ન બાદથી જ ફેન્સ બેબી પ્લાનિંગને લઈને સવાલો પૂછી રહ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આ શો તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયો છે.

Leave a Reply

Your email address will not be published.