સાઉથ યોર્કશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂના મતે જેવો શખ્સ પોતાની ગર્લફ્રેન્ડને લેવા ગયો, જે આ રોમેન્ટિક મોમેન્ટ માટે તૈયાર થઇ રહ્યો હતો. આવતા જ જોયું તો ઘરમાં આગ લાગી ગઇ હતી. તેણે ટી લાઇટસ અને મીણબત્તી દૂર રાખ્યા નહોતા તેના લીધે આગ લાગી.
ફાયરબ્રિગેડ વિભાગે સોશિયલ મીડિયા પર દ્રશ્યની તસવીરો શેર કરી લખ્યું, કે આ તસવીરોને બારીકાઈથી જોજો. તમને ઘણી બધી સળગેલી ટી લાઇટસ દેખાશે.
સોશિયલ મીડિયા પર સેંકડો પ્રતિક્રિયાઓ એકત્રિત કરતાં તસવીરો વાયરલ થઇ છે. એક યુઝરે લખ્યું અને લોકો કહે છેકે પ્રેમમાં પડવું ખતરનાક છે. તો બીજા યુઝરે લખ્યું કે આવું કોઇની સાથે ના થાય. બંનેને ખૂબ મોટો શૉક લાગ્યો હશે.
તો બીજીબાજુ એપાર્ટમેન્ટમાં લાગેલી આગથી કોઇને નુકસાન થયું નહોતું. છોકરાએ બાદમાં છોકરીને પ્રપોઝ કર્યું તો તેણે લગ્ન માટે હા પાડી દીધી.