જીવનમાં દરેક વ્યક્તિ બદનામીથી ડરે છે. દરેક વ્યક્તિ સમાજમાં ઈજ્જતથી જીવવા માગે છે. ચાણક્ય અનુસાર વ્યક્તિને જીવનમાં અનેક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાણક્યનું નામ ભારતના મહાન જ્ઞાની પુરુષોમાં સામેલ છે. ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવવામાં ચાણક્યનો હાથ હતો. ચાણક્ય નીતિઓનું પાલન કરી વ્યક્તિ જીવનમાં સફળતા હાંસલ કરી શકે છે. ચાણક્યએ આ 3 કામ કરતાં લોકોથી દૂર રહેવાની સલાહ આપી છે.
જુઠું બોલતાં લોકો
ચાણક્ય અનુસાર વ્યક્તિને જુઠ બોલતા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. જુઠ્ઠું બોલનાર લોકોની સમાજમાં કોઈ ઈજ્જત હોતી નથી. જુઠ બોલનાર લોકોની સાથે રહેવાથી બદનામી થાય છે. આવા લોકોની કોઈ ઈજ્જત નથી કરતાં કેમ કે જુઠ્ઠું બોલે છે.
બીજાની ખરાબ વાત કરતાં લોકો
ચાણક્ય અનુસાર અન્યોની ખરાબ વાત કરતાં લોકોથી દૂર રહેવું જોઈએ. આવા લોકોની સાથે રહેવાથી તમે પણ બીજા વિશે ખરાબ બોલવા લાગશો. જે વ્યક્તિ હંમેશા બીજાની ખરાબ વાતો કરે છે તેની પણ કોઈ ઈજ્જત કરતું નથી. આવા લોકોની સાથે રહેવાથી બદનામી થાય છે.
જે બીજાને પરેશાન કરે છે
ચાણક્ય અનુસાર એવા લોકો સાથે ન રહેવું જોઈએ જે બીજાને પરેશાન કરે છે. આવા લોકોની સાથે રહેવાથી બદનામી થાય છે. બીજાને પરેશાન કરનાર લોકોને સમાજમાં માન સન્માન મળતું નથી.