ચાણક્ય નીતિ: જાણો પિતા પુત્રનો સંબંધ કેવો હોવો જોઈએ

DHARMIK

આચાર્ય ચાણક્ય કુશળ કૂટનીતિજ્ઞ, અદ્વિતિય યોગદૃષ્ટા માનવામાં આવે છે. તેમની રાજકીય નીતિઓ આજે પણ આપણને પથદર્શક બનીને જીવનના મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપે છે. તેમની આ નીતિઓ આજે પણ આપણને કુશળ પ્રશાસન સંચાલનનું માર્ગદર્શન આપે છે. આજના યુગમાં પણ આપણને સમાજ અને રાષ્ટ્રમાં કેવી રીતે રહેવુ તેનું માર્ગદર્શન આપશે.

ભારતીય ઈતિહાસમાં આચાર્ય ચાણક્યનું નામ ખુબજ સન્માન સાથે લેવામાં આવે છે. તો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરૂ તેમજ પ્રધાનમંત્રી છે. તેમની નીતિઓ ચાણક્ય નીતિના નામમાં સંપૂર્ણ વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતીય અર્થશાસ્ત્રના પ્રથમ ચરયિતા હોવાના કારણે કૌટિલ્યના નામથી વિભૂષિત કરવામાં આવ્યો છે. વર્તમાન રાજનીતિમાં કુશળ કુટનીતિજ્ઞ તેમજ રાજનીતિજ્ઞને સન્માનથી કૌટિલ્યના નામથી વિભૂષિત કરવામાં આવશે. આનું મૂળ કારણ તેમની દૂરદર્શિતા તથા નીતિમાં અત્યંત ધુરંધર છે.

આચાર્ય ચાણક્યે પોતાની નીતિને ઉદાહરણથી સમજાવી હતી. તેમણે કર્મ સિદ્ધાંતને સમજાવતા ગાય અને વાછડાનું ઉદાહરણ આપ્યુ હતુ. જે રીતે હજારો ગાયો વચ્ચે ગાય સીધી તેની માતા પાસે જ જાય છેતે જ રીતે આપણે આપણા કર્મ ભોગવવા પડે છે.

પાંચ વર્ષ સુધી સંતાનનું લાલન પાલન કરવુ જોઈએ. દસ વર્ષ સુધી માર્ગદર્શન આપવુ જોઈએ. સોળ વર્ષનો થાય ત્યારે મિત્ર બનવો જોઈએ. આજકાલ ખરાબ સોબત અને ફિલ્મી આદર્શોના ચક્કરમાં સંતાન જૂના આદર્શોની ઉપેક્ષા કરે છે. જેનાથી પિતા પુત્રના સંબંધોમાં કટુતા આવે છે.

આચાર્ય ચાણક્ય કહે છે સુપુત્ર એ ચંદ્રમાં સમાન છેજે પોતાના દમ પર રોશની કરે છે અને કુપુત્ર એ સુકા વૃક્ષ સમાન છે જે ખુદ તો સળગે છે બીજાને પણ સળગાવી દે છે. પ્રકૃતિની ગોદમાં થોડો સમય જરીરથી વિતાવવો જેનાથી તમને જીવન જીવવાની ખુશી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *