ચાણક્ય નીતિ: દુશ્મન નહીં, પોતાની અંદરની આ 6 વાતો જ માણસને પતાવી નાંખે છે!

GUJARAT

આચાર્ય ચાણક્ય દેશના સર્વાધિક સન્માનિત બુદ્ધિજીવીના રૂપમાં માનવામાં આવે છે. તેમને દેશના પહેલા અર્થશાસ્ત્રીના રૂપમાં ખ્યાતી મળી છે. ચાણક્ય નીતિ અપનાવીને ચંદ્રગુપ્ત મૌર્ય ભારતના સમ્રાટ બની શક્યા. તેમણે તેમની નીતિઓનું પાલન કરીને જીવનમાં પ્રગતિ સાધી. આચાર્યના જણાવ્યા અનુસાર વ્યક્તિ આ 6 કારણોથી જીવનમાં સુખ ચેન ખોઈ બેસે છે અંદર અંદર ઘુંટાયા કરે છે. આઓ જાણીએ એવી કઈ વાત છે જે જીવનમાં વ્યક્તિને ચારેકોર ઘેરી લે છે.

થાય છે મોટુ નુકસાન
જો ચાણક્ય પંડિત ન હોત તો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વંશના આટલું મોટું સામ્રાજ્ય ક્યારેય ઉભું ન કરી શક્યા હોત, તમને વિશ્વાસ નહી થાય પણ ચાણક્યના કારણે જ ભારત સોનાની ચીડિયા કહેવાયુ તેમની રાજનીતિ આજે પણ પથદર્શક છે.
આચાર્ય ચાણક્ય અનુસાર જે બદનામ ગામમાં રહે તો આ માણસ માટે સૌથી ખતરનાક સમય છે. વ્યક્તિ ગમે તેટલો પરોપકારી કેમ ન હોય પણ આવા ગામમા કે વિસ્તારમાં રહેવુ તેના માટે પરિવાર માટે ખતરનાક હોય છે. મન મારીને જીવન જીવવું પડે છે.

પરિવાર પર આવી જશે ખતરો
નીચ કર્મ કરનારની સેવા કરવાને અધર્મ માનવામાં આવે છે. ખુબજ ખરાબ કરનાર નર્કનો અધિકારી છે. આવો વ્યક્તિ ક્રોધી સ્વભાવનો હોય છે. એવુ ભોજન ક્યારેય ન કરશો જે તબિયત બગાડે. હંમેશા મૃદુ ભાષાનો ઉપયોગ કરો.

પોતાની ગુપ્ત વાતો કોઈને જણાવવી ન જોઈએ. સમય બદલે ત્યારે વ્યક્તિ તેનો ઉપયોગ બદલો લેવા માટે કરી શકે છે. અજાણ્યા વ્યક્તિના ઘરમાં ક્યારેય રહેવું ન જોઈએ. વીતેલો સમય પરત નથી ફરતો. તેથી ભૂતકાળની ચિંતા ક્યારેય ન કરવી.

એવા ધનનો મોહ ન કરવો જેને પામવા માટે અન્ય કોઈને તકલીફ આપવી પડે કે દુશ્મનની ચાપલૂસી કરવી પડે. મન નબળું પડે તો પણ તે વાતને અન્ય સામે ખુલ્લી ન મુકવી, આમ કરવાથી નુકસાન થઈ શકે છે. દરેક મિત્રતા પાછળ સ્વાર્થ છુપાયેલો હોય છે. તેથી સમજી-વિચારીને જ મિત્રની પસંદગી કરવી.

Leave a Reply

Your email address will not be published.