દુનિયામાં દરેક ચીજ ઊર્જા સાથે જોડાયેલી હોય છે અને આપણી આસપાસ ઊર્જાની અસર આપણા અસર પર પણ પડે છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક એવા ઉપાયો છે જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને સુખ-સમૃદ્ધિ અને શાંતિ કાયમ રહે છે. વાસ્તુમાં દરેક છોડનું પોતાનું મહત્વ હોય છે. કેટલાક છોડ ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરે છે, તો કેટલાક છોડ હોય છે જે લગાવવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી. મોટાભાગના લોકો ધન માટે મની પ્લાન્ટ વિશે જાણે છે, પરંતુ વાસ્તુમાં ધન પ્રાપ્તિ માટે એક બીજા છોડ વિશે પણ જણાવવામાં આવ્યું છે. આને ક્રાસુલાનો છોડ કહે છે.
આનું આખું નામ ક્રાસુલા ઓવાટા છે. આને જેડ ટ્રી, ફ્રેન્ડશિપ ટ્રી, લકી ટ્રી અને મની ટ્રીના નામે પણ ઓળખવામાં આવે છે, વાસ્તુમાં ક્રાસુલાના છોડને ધન પ્રાપ્તિનો છોડ પણ કહેવામાં આવે છે. ક્રાસુલાનો છોડ લગાવવાની પણ સાચી દિશા હોય છે, કેમકે ખોટી દિશામાં છોડ લગાવવાથી ધનલાભની જગ્યાએ ધનહાનિ થાય છે. ક્રાસુલાના પાન મોટા હોય છે, પરંતુ ઘણા મુલાયમ હોય છે. આ છોડ ઘણી ઝડપથી ફેલાય છે. આના પાંદડા આછા લીલા અને આછા પીળા હોય છે. આ છોડને વધારે પ્રકાશની જરૂર નથી પડતી. આ છાંયડામાં પણ વધે છે.
વસંત ઋતુમાં આના પર નાના સફેદ અથવા ગુલાબી ફૂલ ખીલે છે જે ઘણા જ સુંદર લાગે છે. ક્રાસુલાનો છોડ દેખાવામાં ઘણો જ સારો લાગે છે. આવા પાંદડા ઘણા મજબૂત અને લચીલા હોય છે. આ કારણે તેને અડકવાથી ના તો તૂટે છે અને ના વળે છે. ક્રાસુલાના છોડને વધારે દેખભાળની પણ જરૂરિયાત નથી પડતી, આ કારણે તેને સરળતાથી ઘર પર લગાવી શકાય છે. આ છોડની સૌથી સારી વાત એ છે કે તે જલદી નથી સુકાતો. આને અઠવાડિયામાં 2 અથવા 3 વાર પાણી આપવું પર્યાપ્ત છે.