ચાલતી ટ્રેનમાં થઇ ડિલિવરી,જાણો કોણ કોણ આવ્યું એ મહિલાની મદદમાં

nation

રવિવારે જમ્મુ તાવીથી કોલકાતા જતી ટ્રેનમાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ માતા અને બાળકને આસનસોલ સ્ટેશન પર ઉતારીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ગર્ભવતી મહિલા તેના બે બાળકો સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. પશ્ચિમ બંગાળમાં કુમારધુબી પાસે તેણીને અચાનક પ્રસૂતિનો દુખાવો શરૂ થયો.

કહેવામાં આવ્યું કે ટ્રેન ખૂબ જ ઝડપે દોડી રહી હતી અને આગળનું સ્ટેશન એટલે કે આસનસોલ ઘણું દૂર હતું. મહિલાની હાલત જોઈને ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ તેની મદદ કરી. કેટલીક મહિલા મુસાફરોએ ગર્ભવતીને ચાદરથી ઢાંકીને તેની ડિલિવરી કરાવી હતી. ત્યાં હાજર લોકોએ ટ્રેનમાં આ અંગે ટીટીઈને જાણ કરી હતી.

ટીટીઈએ તરત જ આસનસોલ કંટ્રોલ રૂપને ફોન કર્યો અને મહિલાની હાલત વિશે જાણ કરી, ત્યારબાદ આરપીએફ સબ ઈન્સ્પેક્ટર શુભ્રા ડે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમની મદદથી મહિલા અને બાળકને આસનસોલ સ્ટેશન પર ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ માતા અને બાળક બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે માતા અને બાળક બંને સ્વસ્થ છે.

ઘરેથી પરત ફરતી સ્ત્રી

બીજી તરફ TTE સંજય સિંહે જણાવ્યું કે ઉષા યાદવ યુપીમાં તેના મામાના ઘરેથી પરત ફરી રહી હતી. તેની સાથે બે બાળકો પણ હતા. કુમારધુબી પાસે તેને લેબર પેઈન શરૂ થઈ, જે પછી મુસાફરોએ તેની મદદ કરી. ઉષાએ ટ્રેનમાં જ બાળકીને જન્મ આપ્યો હતો. જોકે માતા અને બાળક બંને સ્વસ્થ હતા. તેમ છતાં બંનેને સારી સારવાર મળી રહે તે માટે આરપીએફની ટીમ તેને હોસ્પિટલ લઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *