ચાલતી ટ્રેનમાં યુવકે ટોયલેટની સામે પરણિત યુવતી સાથે કરી લીધા લગ્ન, તસવીરો થઈ વાયરલ

nation

બિહારના સુલ્તાનગંજમાં એક પરિણીત મહિલાએ તેના પ્રેમી સાથે ટ્રેનના શૌચાલયની સામે લગ્ન કરી લીધા. મામલો ભીરખુર્દના ઉધાડીહ ગામનો છે. આ પછી મહિલાએ તેના પહેલા પતિને છોડી દીધો.

મળતી માહિતી પ્રમાણે 2 મહિના પહેલા કિરણપુર ગામના યુવક સાથે યુવતીના લગ્ન થયા હતાં. આ પછી એક દિવસ યુવતી તેના સાસરિયાના ઘરેથી ભાગી ગઈ અને તેના પ્રેમીને મળી. પરિણીત મહિલાના પ્રેમી આશુ કુમારે તેની સાથે લગ્ન ચાલતી ટ્રેનના ટોઇલેટની સામે લગ્ન કરી દીધા હતા અને સેથામાં સિંદૂર પણ ભરી દીધુ.

લગ્ન બાદ હવે બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. લગ્ન પછી યુવક આશુ કુમારે જણાવ્યું હતું કે, ગામની યુવતી અનુ કુમારી સાથે ઘણાં વર્ષોથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો.

યુવકે જણાવ્યું કે જ્યારે યુવતીના પરિવારજનોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ તેને ઘરની બહાર આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દરમિયાન એપ્રિલ મહિનામાં યુવતીના પરિવારે કિરણપુર ગામના એક યુવાન સાથે બળજબરીથી લગ્ન કરાવી દીધા હતા.

યુવકના કહેવા મુજબ લગ્ન બાદ યુવતીએ તેના પતિ સાથે રહેવાની ના પાડી હતી. બુધવારે તક મળતાની સાથે જ યુવતી યુવક સાથે ફરાર થઈ ગઈ હતી. સુલ્તાનગંજ સ્ટેશન પહોંચ્યા પછી તેઓ ટ્રેન દ્વારા બેંગ્લોર જવા રવાના થયા હતા અને તે દરમિયાન યુવતીના દબાણ પર લગ્ન કરી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published.