ચૈત્ર નવરાત્રિ પર બે મોટા ગ્રહો એક જ રાશિમાં, જાણો અસર

DHARMIK

હિંદુ પંચાગ મુજબ, હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ દિવસને ગુડી પડવો પણ કહેવામાં આવે છે, સાથે જ ચૈત્ર નવરાત્રિનો 9 દિવસનો તહેવાર આ દિવસે શરૂ થાય છે. આ 9 દિવસો દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઘટ સ્થાપન કરી મતાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે.

મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહ્યા છે
આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલ 2022, શનિવારથી શરૂ થઈ રહી છે, જે 11 એપ્રિલ 2022 સુધી ચાલશે. આ 9 દિવસોમાં મા દુર્ગાના સ્વરૂપોની પૂજા નિયમ પ્રમાણે કરવી જોઈએ, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વખતે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહી છે અને પાડા પર બેસીને નીકળશે. માતાની આ સવારી શુભ માનવામાં આવતી નથી. પરંતુ આ વખતે ગ્રહોના રાશિ પરિવર્વનને કારણે આ નવરાત્રિને કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ બનાવી દીધી છે.

આ રાશિઓ માટે નવરાત્રિ ખૂબ જ શુભ છે
ચૈત્ર નવરાત્રિ દરમિયાન 2 ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહો બદલાવાના છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 9 દિવસોમાં શનિ અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. આ બંને ગ્રહો એકબીજાના શત્રુ છે, તેથી એક જ રાશિમાં તેમની મુલાકાત ઘણી મુશ્કેલીઓ ઉભી કરશે, આ પરિવર્તન કર્ક, કન્યા અને ધન રાશિના જાતકો માટે શુભ રહેશે નહીં અને તેઓએ આ સમય દરમિયાન સાવધાન રહેવું જોઈએ.

બીજી તરફ મેષ, મકર અને કુંભ રાશિના લોકો માટે તે ખૂબ જ શુભ રહેશે. આ સમય તેમને ઘણો ફાયદો કરાવશે. સારા સમાચાર સાંભળવા મળશે. કરિયર-બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *