બુરખો પહેરી કારમાં આવેલી પૂર્વ પત્નીએ પરિણિતાની આબરુ ધૂળધાણી કરવા પાડ્યો ખેલ!

social

સુરતઃ શહેરના રાંદેર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં રહેતી એક પરિણિતા તેના પતિની રાહ જોઈને ઉભી હતી. એ સમયે બુરખો પહેરીને એક મહિલા કારમાં આવી હતી. આ મહિલાએ પરિણિતાને સરનામુ પૂછ્યું હતું. પરિણિતાએ સરનામુ ખબર નહીં હોવાનું જણાવ્યું હતું. બાદમાં બુરખો પહેરીને આવેલી મહિલાએ પરિણિતાની આબરુ ધૂળધાણી કરવા માટે ભયંકર બદલો લીધો હતો. બાદમાં આ મહિલા કારમાં (Ex wife attack on woman) ફરાર થઈ ગઈ હતી. ત્યારે પીડિત પરિણિતાના પતિનો આક્ષેપ છે કે, તેની પૂર્વ પત્નીએ આ કાવતરાને અંજામ આપ્યો હોઈ શકે છે. બાદમાં આખો મામલો રાંદેર (Surat News) પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પતિની રાહ જોઈને ઊભી હતી પરિણિતા
પરિણિતાાના ભાઈ જુબીન હાફેઝીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, તેમની બહેન નીમલ આરીફ સોદાગરઅલી શેખ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી રોયલ હેરિટેજમાં રહે છે. સોસાયટીના ગેટ પાસે તે પોતાનું ટુ વ્હીલર વાહન લઈને ઉભી હતી અને પતિની રાહ જોઈ રહી હતી. ખરીદી કરવા જવાનું હોવાથી નીલમના પતિએ તેને ફોન કરીને અહીં બોલાવી હતી. જેથી નીલમ ત્યાં પતિની રાહ જોઈને ઊભી હતી.

બુરખો પહેરેલી મહિલા પાસે આવી
સાંજના સાડા સાત વાગ્યાના સુમારે એક કાર નીલમ પાસે આવી હતી. આ કારમાં સવાર મહિલાએ બુરખો પહેર્યો હતો. આ મહિલા કારમાંથી નીચે ઉતરી હતી અને નીલમ પાસે આવી હતી. બાદમાં મહિલાએ નીલમને સરનામુ પૂછ્યું હતું. જેથી નીલમે સરનામાની ખભર નહીં હોવાનું જણાવ્યું હતું. આ જ સમયે બુરખો પહેરીને આવેલી મહિલાએ પોતાની પાસે રહેલા તિક્ષ્ણ હથિયારથી નીલમ પર હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગઈ હતી.

ડાબો કાન ફાડી નાખ્યો
બુરખો પહેરીને આવેલી મહિલાના આ હુમલામાં નીલમનો ડાબા કાનનો ભાગ અડધો કપાઈ ગયો હતો. આ હથિયારનો ઘા છેક નીલમના ગાલ સુધી પહોંચ્યો હતો. જે બાદ તેનો ચહેરો પણ વિકૃત થઈ ગયો હતો. નીલમ લોહી લુહાણ થઈ જતા જુબીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. બાદમાં નીલમના ભાઈ જુબીને રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આરીફે ત્રણ વર્ષ પહેલાં નીલમ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન કરતા પહેલાં આરીફે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

પૂર્વ પત્નીએ બદલો લીધો!
જેથી બદલો લેવાની ભાવના રાખીને આરીફની પૂર્વ પત્નીએ આ કૃત્યને અંજામ આપ્યો હોવાની શંકા પણ વ્યક્ત કરી છે. આ ઘટનાને લઈને રાંદેર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ હિંસક હુમલા પાછળ કોણ અને કયુ પરિબળ જવાબદાર છે એ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપી મહિલાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન પણ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *