BP પિક્ચર જોઈ યુવાને પોતાની GF સાથે પણ કરવા લાગ્યો એવું પણ માત્ર 4 મિનિટમાં

nation

મારા હાથ પગ-પર વાળની રૃંવાટી ઓછી છે. શિશ્ર, છાતી કે બગલ ઉપર વાળ નથી. વળી વીર્ય જેવું ય કશું નીકળતું નથી. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે, મારી ઊંમર ૧૮ વરસની થઇ ગઇ હોવા છતાં મને દાઢી-મૂછ પૂરેપૂરા ઊગ્યા નથી. તો આનો યોગ્ય ઉપાય બતાવશો.
અક તરુણ (મુંબઇ)

સામાન્ય રીતે તરૃણાવસ્થામાં પ્રવેશ વેળાએ લોહીમાં પૌરુષ હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પુરુષમાં ઉપર મુજબના ફેરફારો જોવા મળે છે. દાઢી-મૂછ ઉપરાંત તેનો અવાજ દ્રઢ થાય છે. અને છાતી ભરાવદાર બને છે. આ બધા ફેરફારને ‘સેકન્ડરી સેક્સ’ કહેવામાં આવે છે. જો એ બરાબર ડેવલપ ન થાય તો એ શરીરમાં પૌરુષજનક હોર્મોન્સની ઉણપ સૂચવે છે. આવી ઉણપવાળા કેટલાક પુરુષો અવિકસિત ઇન્દ્રિયની કે ઉપસતા સ્તનની પણ ફરિયાદ કરે છે. કેટલીક ક્રોમોઝેમલ કે એન્ડોક્રાઇનલ બિમારીઓમાં આવું બને છે. જેના સંપૂર્ણ નિદાન માટે નિષ્ણાત ડોકટરોને મળવું અનિવાર્ય છે. તબીબી સલાહ વગર હોર્મોન્સ લેવા હિતાવહ નથી. કેમ કે કેટલાક કિસ્સાઓમાં સારવાર પૂર્વે અંત:સ્ત્રાવોની તથા રંગસૂત્રોની લેબોરેટરી તપાસ પણ જરૃરી હોય છે.

હું સોળ વર્ષની કોલેજમાં ભણતી કન્યા છું. મને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ન કરવા જેવું કશું જ કર્યું નથી. પરંતુ એકાંતમાં તેણે મારા ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો. ત્યારથી મને એક ખરાબ આદત પડી ગઇ છે. હું એકલી હોઉં છું ત્યારે મારા ગુપ્તાંગોને સ્પર્શ કરીને સેક્સનો આનંદ મેળવું છું. ઘણીવાર એવું થાય છે કે, મને એવું કર્યા વગર ચાલતું નથી. તો મને કોઇ નુકસાન કે રોગ તો નહીં થઇ જાય ને ? હું ખૂબ ડરી ગઇ છું.
એક કન્યા (સૂરત)

આપ જે કરો છો એને સરળ ભાષામાં હસ્તમૈથૂન કહેવાય છે. સીત્તેરથી નેવું ટકા છોકરાઓ અને ત્રીસથી પચાસ ટકા છોકરીઓ તેમનાં જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેકઆવુ ંકરી લેતાં હોય છે. આ સેક્સની એક સાહજીક અભિવ્યક્તિ છે. એકાંતમાં કરાતી આ પ્રવૃત્તિને ઓટોઇરોટીક પ્રકારની ગણવામાં આવે છે. એનાથી કોઇ શારીરિક કે માનસિક રોગ નથી થતો. ઉલટું તમારા જેવા કિસ્સામાં સીધા જાતીય સંબંધ કરતાં તે બિનજોખમી અને સેઇફ છે. હું માનું છું કે તમારે ડરવાનું કોઇ કારણ નથી.

મારી મૂંઝવણ સત્વરે દૂર કરવા વિનંતી. બે-ત્રણ મહિના પછી મારા લગ્ન થવાના છે. મારી મુશ્કેલી એ છે કે પાંચ વર્ષ પહેલાં હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે એક મોટી ઉંમરના પુરુષે મારી સાથે કામવ્યવહાર આચરેલો. અલબત્ત મારી અનુમતિથી જ.પરંતુ ત્યારબાદ એવું એકેય કર્મ મેં આજ સુધીમાં ફરી ક્યારેય કર્યું નથી. મને એવી ઇચ્છાય થતી નથી. વળી મારી ફિયાન્સી પ્રત્યે મને અપાર સ્નેહ અને આકર્ષણ છે. પણ મને ચિંતા એ વાતની છે કે નાની ઉંમરમાં અજાણતામાં મેં કરેલા સજાતીય કર્મને લીધે મારા લગ્નજીવનમાં કોઇ વિક્ષેપ તો નહીં પડે ને ? હું મારી પત્નીને સંતોષી તો શકીશ ને ?

એક યુવક (નડિયાદ)

નાની ઉંમરે થતાં આવાં છૂટા છવાયાં હોમોસેક્સ્યુઅલ એપીસોડનું આમ કંઇ ખાસ મહત્વ હોતું નથી. કેટલાક પુરુષો ભૂતકાળમાં આવો એકાદ અનુભવ ધરાવતાં હોવા છતાં તેઓ સમગ્ર જીંદગી પૂર્ણત: વિજાતીય બનીને જ જીવે છે. સામાન્યત: તેઓના લગ્નજીવનમાં કોઇ મોટી ખલેલ પહોંચતી નથી. કિશોરવયે વિકસતી જાતીયતા પ્રયોગાત્મક હોય છે. તેનાં ભાગરૃપે પણ ઘણીવાર કોઇક કિશોર એકાદ જાતીય પ્રયોગ કરી લે છે. જે સીમીત હોય તો ભાવિ માટે ખાસ વાંધાજનક નથી. કોઇેએ સામે ચાલીને આવાં અખતરાં કરવાની જરૃર નથી.પણ જેઓ આપની જેમ એકાદવાર જ આવી સજાતીય સ્થિતિમાં મૂકાઇને એમાંથી પૂર્ણપણે બહાર આવી ગયા હોય તો તેઓએ ડરવાની કોઇ જરૃર નથી. કેમ કે પછી પણ તંદુરસ્ત,આનંદપ્રદ વિજાતીય શરીર સંબંધની શક્યતા અકબંધ રહેતી હોય છે.

હું એક ધાર્મિક મનોવૃત્તિવાળો યુવક છું. આજકાલના યુવકોજેવી અશ્લીલ પ્રવૃત્તિ કરવામાં માનતો નથી. સિનેમા તથા સ્ત્રીસંગથી અળગો રહું છું. ગંદી જોક્સ બોલનારા, હલકી મનોવૃત્તિ ધરાવનારા, તથા છોકરીઓ વિશે વાતો કરનારા મિત્રોથીય દૂર ભાગું છું. તેમ છતાં ઘણીવાર મારી ઇન્દ્રીય ઉત્તેજીત થઇ જાય છે. સ્ત્રીન વિચારો ન હોવા છતાં અર્ધી-ઉંઘમાં શિશ્રોત્થાન અનુભવાય છે. ક્યારેક ચીકાશયુક્ત પ્રવાહી બહાર નીકળી આવે છે. તો મને આવું કેમ થતું હશે એ અટકાવવા શું કરૃં ?
એક યુવાન (રાજકોટ)

ઉંઘમાં થતા શિશ્રોત્થાનને નોકચર્નલ-ઇરેકશન્સ કહેવાય છે. એ કુદરતી છે. દરેક પુરુષને થાય છે. અને એનાથી ડરવાની કે એને રોકવાની જરૃર નથી. એ જાતીય સ્વપ્ન સાથે કે એ વિના પણ થઇ શકે છે. આ એક ફીઝીયોલોજીકલ રીસ્પોન્સ હોવાથી કેવળ વિચારો બંધ કરવાથી નહીં રોકાશે. વળી એને ચરિત્ર્ય સાથે સંબંધ નથી.આ દરમિયાન વીર્ય નીકળવું પણ એટલું જ સાહજીક છે. જેને નોકચર્નલ એમીરાન્સ કહે છે. સામાન્ય માણસો એને નાઈટફોલ, ધાત, સ્લીપ ડિસ્ચાર્જ, વગેરે નામે ઓળખે છે. નિયમિત સમાગમ કે હસ્તમૈથુન કરનારને આવું થતું નથી. આ માટે તમારે કંઇ કરવાની જરૃર નથી.
હું હજું અપરિણીત છું. પણ એક પરિચિત સ્ત્રી સાથે મેં સેક્સનો અનુભવ કર્યો છે. પણ તેમાં મુશ્કેલી સરજાતાં હું ખૂબ જ હતાશ થઇ ગયો છું. મારા જીવનનો આ એકમાત્ર સેક્સનો પ્રસંગ કેવળ બે-ચાર મીનીટ જ ચાલ્યો.આથી હું ડરી ગયો છું. અમે મિત્રોએ બી.પી. સાથે જોઇ હતી. એમાં તો કામક્રીડા લાંબાગાળા સુધી ચાલતી બતાવવામાં આવે છે. તો શું મારામાં શરૃઆતથી જ ઉણપ આવી ગઇ હશે ? મારે શું કરવું એ જણાવશો.
એક યુવક(આણંદ)

જાતીય સમાગમ કલાકો સુધી ચાલે એવી ગેરમાન્યતા ઘણીવાર આવી બ્લ્યૂ ફિલ્મોમાંથી ઉદ્દભવતી હોય છે. કેવળ બે-ચાર મીનિટની કામક્રીડા પણ પતિ-પત્ની બેઉને સંતોષજનક હોઇ શકે છે. આપની તકલીફ ખોટી અવાસ્તવિક સમસ્યાઓમાંથી સર્જાઈ છે.મારી તમને સલાહ એ છે કે બ્લ્યૂ ફિલ્મો જોવાનું બંધ કરોય એ હલકા મનોરંજનનું સાધન છે. સેક્સ શીખવા માટેનું પાઠયપુસ્તક નથી. વળી તમારી મર્દાનગી પુરવાર કરવા સેક્સ આચરવાની જરૃર નથી. એના કરતાં લગ્ન સુધી થોભો. સેક્સને તમારી પત્ની સાથે એના પ્રાકૃતિક સ્વરૃપમાં જ માણો.કશીય ખોટી અપેક્ષાઓ કે કશાય પૂર્વગ્રહ વગર એનો અનુભવ લેવા તૈયાર થાવ. તમને કોઇ ઉણપ હોય એવું લાગતું નથી. અને એટલું જાણી લો કે લાખો દંપત્તિ કેવળ બે-ચાર મીનિટ સુધી જ સમાગમ કરતા હોવા છતાં પોતાનાં કામજીવનથી સંતુષ્ટ હોય છે.

જાતીય સમાગમ દરમિયાન ક્યું આસન શ્રેષ્ઠ ગણાય ?
એક યુવતી (ગાંધીનગર)

કામ-આસનો અનેક પ્રકારના હોય છે. વાત્સાયનથી માંડીને આધુનિક સેક્સ મેડીસીનના તજજ્ઞાોએ અનેક આસનો વિશે ચર્ચા કરી છે. પણ એમાં ફલાણું શ્રેષ્ઠ કે ઢીકણું ખરાબ એવું કશું નથી. વ્યક્તિની ઉંમર, બાંધો, ગર્ભાવસ્થા, આવડત, વ્યક્તિગત ગમાઅણગમા, ફાવટ, ટેવ, જનનાંગોની અવસ્થા, કોઇ ખાસ બિમારી વગેરે પરિબળો ઉપર આસનની પસંદગી નિર્ભર છે. મોટાભાગના લોકો આંતરસૂઝ પ્રમાણે વર્તે છે અને પસંદગી કે આજમયાશ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *