બોમ્બે હાઈકોર્ટે આ 9 શરતોના આધારે મંજૂર કર્યા આર્યનના જામીન

GUJARAT

મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં 2 ઓક્ટોબરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. તેમાં આર્યન ખાન સહિત 3 આરોપીઓને આજે રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે આજે આર્યન ખાન, મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને જામીન આપ્યા છે.

તમામ 3 આરોપીઓને જામીન સમયે કેટલીક શરતોનું પાલન કરવા કહેવાયું છે.

1. આર્યન કોઈ પણ આવી ગતિવિધિમાં સામેલ નહીં થાય.
2. આરોપી તેનો પાસપોર્ટ સ્પેશ્યલ કોર્ટની સામે સરેન્ડર કરે તે જરૂરી છે.
3. આર્યન ઉપરની કાર્યવાહીને વિશે ન્યાયાલયના સમક્ષ લંબિત કોઈ નિવેદન નહીં આપે.
4. આરોપી વ્યક્તિગત રીતે કે કોઈના માધ્યમથી સાબિતિને પ્રભાવિત કરવા કે છેડછાડ કરવાનો પ્રયાસ કરી શકશે નહીં.
5. જો અરજદારને ગ્રેટર મુંબઈથી બહગાર જવું છે તે તે તાપસ અધિકારીઓને સૂચિત કરશે.
6. આરોપી દર શુક્રવારે 11-2ની વચ્ચે એનસીબી મુંબઈ કાર્યાલયમાં હાજર થશે.
7. જ્યાં સુધી યોગ્ય કારણે છૂટ ન મળે ત્યાં સુધી આરોપીને અદાલતમાં તમામ તારીખે હાજર રહેવું પડશે.
8. એકવાર કેસ શરૂ થયા બાદ આરોપી કોઈ પણ કેસમાં મોડું કરવાની કોશિશ કરી શકશે નહીં.
9. જો આરોપી તેમાંથી કોઈ પણ શરતનું ઉલ્લંઘન કરે છે તો એનસીબીને તેની જમાનત રદ્દ કરવા માટે સીધા વિશેષ ન્યાયાધીશ કે કોર્ટમાં અરજી કરવાનો અધિકાર છે.

જામીન મળ્યા બાદ કેવું હતું આર્યનનું રિએક્શન

જ્યારે આર્યનને જેલમાં જામીનના સમાચાર મળ્યા ત્યારે તેઓએ ખાસ રિએક્શન આપ્યું. તેને સાંજનું જમવાનું આપતી સમયે આ સમાચાર આપવામાં આવ્યા હતા. સમાચાર મળતા જ આર્યન હસ્યો અને જેલના કર્મચારીઓનો આભાર માન્યો. જ્યારે જામીનની જાણકારી મળી તો તે ખૂબ જ ખુશ થયો હતો.

મન્નત પર જલસાનો માહોલ

મન્નતની બહાર એક મહિલા જોવા મળી અને સાથે ગાડીમાં બેસીને એક વ્યક્તિ અહીં ફૂલ ડિલિવર કરવા પહોંચ્યો. આર્યનના ઘરે આવતા પહેલા ફૂલથી સજાવટ કરાશે. આ સિવાય શાહરૂખના ઘરની બહાર પોસ્ટર્સ અને ફટાકડા ફોડીને ફેન્સ ઉજવણી કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અબરામનો ફોટો પણ આવ્યો છે જેમાં તે બાલ્કનીમાંથી હાથ હલાવીને ફેન્સનું સ્વાગત કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *