બોલો: પબજી રમતા-રમતા બિહારી યુવકને દિલ આપી બેઠી પાલનપુરની યુવતી

GUJARAT

સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના પ્રેમમાં પડવાના અનેક કિસ્સાઓ તમે જોયા હશે. શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે, ગેમ રમતા-રમતા કોઈને પ્રેમ થઈ ગયો હોય. પાલનપુરમાં કંઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પબજી રમતા-રમતા પાલનપુરની યુવતી બિહારના યુવકને દિલ આપી બેઠી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને મોબાઈલ પર વીડિયો ગેમ રમવાની લત લાગી હતી. આ દરમિયાન તે બિહારના મધુબની જિલ્લાના એક ગામના યુવકના સંપર્કમાં આવી હતી.

બન્ને વચ્ચેનો સંપર્ક આગળ જતાં પ્રેમમાં પરિણમ્યો હતો. આથી યુવતીએ ફોન કરીને બિહારી યુવકને મળવા માટે પાલનપુર બોલાવ્યો હતો. જે બાદ તેણે પિતાના પિતરાઈભાઈના ઘરમાં જ હાથફેરો કરીને કિંમતી દાગીના સહિત 70 હજાર રૂપિયાની ચોરી કરી હતી.

પોતાના પિતરાઈના ઘરમાં જ ચોરી કરીને યુવતી ઝેરોક્ષ કઢાવવા જોવાનું બહાનુ કરીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આ મામલે પિતરાઈ ભાઈએ પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે, બિહારી પ્રેમી સાથે ફરાર થઈ જનારી યુવતીના માતા-પિતાનું નિધન થયા બાદ છેલ્લા 15 વર્ષથી તેને પિતરાઈ ભાઈ-ભાભીએ જ ઉછેરીને તેના લગ્ન કરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.