બોલિવૂડમાં કેટલાક હિટ સોન્ગ ગાવી ચૂકેલો સિંગર અરિજિત સિંહ હવે એક ખાસ કારણે ચર્ચામાં છે. અરિજિત સિંહ હાલ બોલિવૂડમાં સૌથી સફળ અને પ્રતિભાશાળી સિંગર્સની યાદીમાં સામેલ છે. તે ભલે કેમેરાથી દૂર રહેતો હોય પરંતુ તેની આવાજ અને સોન્ગ લોકોના દિલો પર રાજ કરે છે.
ત્યારે હવે અરિજિતને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ અરિજિતે એક સાથે ચાર ફ્લેટ ખરીદ્યા છે. અરિજિતે આ બધા ફ્લેટ મુંબઈના વર્સોવા વિસ્તારમાં લીધા છે. આ બધા ફ્લેટ એક જ બિલ્ડિંગમાં છે. અરિજિતના આ ફ્લેટ સાત બંગલા રોડ ખાતે આવેલ સવિતા કો-ઓપરેટિવ સોસાઇટીમાં છે. રિપોર્ટ પ્રમાણે અરિજિતના આ ચારે ફ્લેટ બિલ્ડિંગના 6ઠ્ઠા માળે છે. જેની રજીસ્ટ્રી 22 જાન્યુઆરીએ થઈ છે.
9 કરોડ રૂપિયાની ખરીદી પ્રોપર્ટી:
મીડિયા રિપોર્ટ પ્રમાણે પહેલો ફ્લેટ 32 સ્ક્વાયર મીટરનો છે જેની કિંમત લગભગ 1.80 કરોડ રૂપિયા છે. જ્યારે બીજો ફ્લેટ 70 સ્ક્વાયર મીટરનો છે જેની કિંમત અંદાજે 2.2 કરોડ રૂપિયા છે. ઉપરાંત, ત્રીજો ફ્લેટ 80 સ્ક્વાયર મીટરનો છે જે 2.60 કરોડ રૂપિયાનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યારે ચોથો ફ્લેટ 70 સ્ક્વાયર મીટરનો છે જે આશરે 2.50 કરોડ રૂપિયાનો છે. અરિજિતે આ ચારે ફ્લેટ માટે અંદાજે 9 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરિજિતે પોતાની પ્રાઇવેસી માટે બિલ્ડિંગનો આખો ફ્લોર ખરીદી લીધો છે.
‘આશિકી-2’માં ગીત ગાઈ મળી લોકપ્રિયતા:
આપને જણાવી દઈએ કે અરિજિત પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી છે. તેને પોતાના કરિયરની શરૂઆત 2005માં એક સિંગિંગ રિયલિટી શો થી કરી હતી. શો દરમિયાન તેના પર ફિલ્મમેકર સંજયલીલા ભણસાલીની નજર ગઈ હતી અને ફિલ્મ ‘સાંવરિયા’ માં ‘યૂં શબનમી’ ગીત ગવડાવ્યું હતું. અરિજિતે ફિલ્મ ‘મર્ડર 2’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અરિજિતને 2013માં રિલિઝ થયેલ ફિલ્મ આશિકી-2માં ‘તુમ હી હો’ ગાઈને લોકપ્રિયતા મળી હતી.