BMCએ બનાવેલા ‘ચક્રવ્યૂહ’થી મુંબઈમાં કોરોના ઘૂંટણિયે, અહીં છે દુનિયાનો સૌથી ઓછો ડેથ રેટ

nation

મુંબઈમાં કોરોનાની ગતિ પર બ્રેક લગાવવા માટે BMC ઘણી હદ સુધી સફળ રહી. BMCના લોકોએ દર્દીઓને હૉસ્પિટલ પહોંચાડવાની જગ્યાએ તેમના ઘરે જઇને તપાસ અને સારવાર કરવાની રીતનો ઉપયોગ કર્યો. આ કારણે અહીં કોરોના અત્યારે ઝડપથી કંટ્રોલ થઈ રહ્યો છે. સુપ્રીમ કૉર્ટે પણ હાલમાં જ BMCની આ રીતની પ્રશંસા કરી હતી અને દિલ્હી સહિત બીજા શહેરોને આનું પાલન કરવા કહ્યું હતુ. બીએમસીની આ સિસ્ટમમાં વિભાગીય સ્તર પર નગર નિગમ તરફથી સ્થાપિત કરવામાં આવેલા ‘વૉર્ડ વૉર રૂમ’ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. આના દ્વારા 10,000 દર્દીઓની સાર-સંભાળની યોજના બનવામાં આવી છે.

કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં મુંબઈમાં દર્દીઓની સંખ્યા વધી રહી હતી. 10 ફેબ્રુઆરી સુધી શહેરમાં કુલ 3 લાખ 13 હજાર સંક્રમિત હતા. આના 76 દિવસમાં આ સંખ્યા 6 લાખ 22 હજાર પર પહોંચી ગઈ. મોતના આંકડાની તુલના કરવામાં આવે તો 10 ફેબ્રુઆરીમાં કુલ 11 હજાર 400 મોત થયા હતા. 25 એપ્રિલના આ સંખ્યા 12 હજાર 719 પહોંચી ગઈ. આ દરમિયાન 1,319 દર્દીઓના મોત થયા. અહીં ડેથ રેટ 0.04 ટકા છે. આ ડેથ રેટ વિશ્વમાં સૌથી ઓછો છે.

મુંબઈમાં કોવિડ જમ્બો સેન્ટરના માધ્યથી 9 હજાર બેડ તૈયાર કરીને આમાં 60 ટકા બેડ્સમાં ઑક્સિજનની સુવિધા જોડવામાં આવી. શહેરની તમામ પ્રાઇવેટ હૉસ્પિટલોનું અધિગ્રહણ કરવામાં આવ્યું. અત્યારે મુંબઈમાં 35 બેડ અને 100 નાની હૉસ્પિટલોના 80 ટકા બેડ્સ પર નગર નિગમનું નિયંત્રણ છે. આ હૉસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓનો દર નક્કી કરવામાં આવ્યો છે. તમામ બેડ્સનું મેનેજમેન્ટ વૉર્ડ વૉર રૂમથી જ કરવામાં આવે છે.

ગત વર્ષે જૂનથી આજ સુધી 6 લાખ દર્દીઓની વ્યવસ્થા આ માધ્યમથી કરવામાં આવી છે. ખાસ કરીને મુંબઈમાં દરરોજ લગભગ 50થી 50 હજાર ટેસ્ટિંગ થઈ રહ્યા છે. આમાં 30થી 35 હજાર આરટી-પીસીઆર થાય છે. આ તમામ પ્રયત્નોથી મુંબઈમાં દર્દીઓની સંખ્યાને નિયંત્રિત કરવામાં આવી. કોરોનાને રોકવા માટે મુંબઈમાં ‘ચેસ ધ વાયરસ’ અંતર્ગત ઘરેઘર જઇને ટેસ્ટિંગ કરવામાં આવે છે. દરેક વિભાગમાં ‘વૉર્ડ વૉર રૂમ’ બનાવી તમામ બેડ્સને આનાથી મેનેજ કરવામાં આવ્યા. ભીડવાળી જગ્યા, ઝૂંપડપટ્ટીઓમાં જઇને શંકાસ્પદોની તપાસ કરવામાં આવી.

જમ્બો કોવિડ સેન્ટર્સમાં 9.000 બેડ્સ તૈયાર કરવામાં આવ્યા. 60 ટકા બેડ્સમાં ઑક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. દરરોજ 40થી 50 હજાર લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા. પ્રાઇવેટ હૉસ્પિટલોના 80 ટકા બેડ્સ પર નગર નિગમનું નિયંત્રણ રાખવામાં આવ્યું. પ્રાઇવેટ હૉસ્પિટલોના 80 ટકા બેડ્સ પર નગર નિગમનું નિયંત્રણ રાખવામાં આવ્યું. નગર નિગમની તમામ હૉસ્પિટલોમાં ઑક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું. સેન્ટ્રલાઇઝ ઑક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી. દર્દીઓને પહેલા સિલેન્ડરથી ઑક્સિજન સપ્લાય કરવામાં આવતો હતો. આમાં સમય અને ઑક્સિજન ઘણું જ બરબાદ થતુ હતુ. આ વાત ધ્યાને આવતા જ નગર નિગમની તમામ હૉસ્પિટલોમાં 13થી 26 હજાર લીટર ક્ષમતાવાળી ઑક્સિજન ટેન્ક સ્થાપિત કરવામાં આવી. મોટાભાગની હૉસ્પિટલોમાં સેન્ટ્રલાઇઝ્ડ ઑક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.