બિઝનેસની મોટી મોટી વાતોમાં ન ભેરવાતા, અમદાવાદના પાલડીમાં પિતા-પુત્રએ 24 લાખની ઠગાઈ કરી

GUJARAT

પાલડીમાં બિઝનેસની મોટી મોટી વાતો કરીને વેપારીને ફસાવીને પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોએ રૂ. ૨૪.૬૦ લાખની ઠગાઇ આચરી હતી. આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા પુત્ર અને મહિલા સામે વધુ તપાસ હાથ ધરી છે.

પાલડી વિસ્તારમાં રહેતા બિરેન પ્રવિણભાઇ શાહ નવરંગપુરા ખાતે મેઘ કન્સલ્ટન્સી નામની ઓફિસ ધરાવી વિઝા તથા પાસપોર્ટ કન્સલ્ટન્સીનું કામકાજ કરે છે. બિરેનભાઈ પાસેથી પૈસા પડાવવાના ઈરાદે આરોપીઓએ પોતાનું મકાન બિરેનભાઈને વેચાણ આપ્યું હતું. તેમજ તેનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. બાદમાં કુશલ તથા તેના પિતા કમલેશ બ્રહ્મક્ષત્રિયે આ મકાનનો જૂની તારીખમાં ૯૯ વર્ષના ભાડા પેટે ખોટો ભાડા કરાર બનાવી તેને કોર્ટમાં દાવા તરીકે ઉપયોગ કર્યો હતો અને બિરેનભાઈને કબજો સોંપતા નહોતા.

રૂપલબેને રૂ.૨૦.૫૦ લાખ ઉછીના લઈ તેમજ મકાન ભાડાના રૂ.૧૦.૪૦ લાખ મળી રૂ.૧૯.૩૦ લાખ આપી બાકીના રૂ.૧૧.૬૦ લાખ આપ્યા નહોતા. જ્યારે કુશલે બિરેન પાસેથી રૂ.૧૫.૫૦ લાખ ઉછીના લઈ તેમાંથી અઢી લાખ પાછા આપી બાકીના ૧૩ લાખ આપ્યા નહોતા. બંનેએ કુલ રૂ.૨૪.૬૦ લાખની ઠગાઈ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.