બિલ ગેટ્સ અને મિલિન્ડાના 27 વર્ષના લગ્નજીવનનો અંત, કહ્યું- હવે સાથે ના રહી શકીએ

Uncategorized

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ બિલ ગેટસ અને તેમના પત્ની મિલિન્ડાએ 27 વર્ષ લાંબા સાથને પૂરો કરવાનો નિર્ણય લીધો છે. બિલ ગેટસ અને મિલિન્ડાએ છૂટાછેડાની જાહેરાત કરી છે. બંનેએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે આવનારા સમયમાં હવે અમે એક સાથે ચાલી શકીએ એમ નથી.

બિલ ગેટસ અને મિલિન્ડાએ તેને લઇ એક સંયુકત નિવેદન રજૂ કર્યું છે. બિલ ગેટ્સે ટ્વિટર પર નિવેદન શેર કર્યું જેમાં લખ્યું છે કે લાંબી વાતચીત અને અમારા સંબંધ પર કામ કર્યા બાદ અમે અમારું લગ્નજીવન ખત્મ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં 27 વર્ષમાં અમારા ત્રણ અતુલ્ય બાળકોને ઉછેરી મોટા કર્યા છે. અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે જે દુનિયાભરમાં લોકોના સ્વસ્થ અને સારા જીવન માટે કામ કરે છે.

એક સંયુકત નિવેદનમાં આગળ કહ્યું કે અમે આ મિશન માટે આગળ પણ એક સાથે કામ કરીશું. જો કે અમને લાગે છે કે આવનારા સમયમાં અમે પતિ પત્ની તરીકે સાથે રહીશું નહીં. આથી અમે નવું જીવન શરૂ કરવા જઇ રહ્યા છીએ. એવામાં લોકો પાસેથી અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઇવેસીની અપેક્ષા છે.

આપને જણાવી દઇએ કે બિલ ગેટસ અને મિલિન્ડાના લગ્ન 1994માં થયા હતો. જો કે તેમની પહેલી મુલાકાત 1987માં થઇ હતી. 27 વર્ષ લાંબું ચાલેલ આ લગ્નજીવન પૂરું થવાની માહિતીથી લોકો સ્તબ્ધ પણ છે. બિલ ગેટ્સની ગણતરી દુનિયાના સૌથી ધનિક લોકોમાં થાય છે. આ સિવાય તેઓ પોતાના સમાજસેવી કાર્યો માટે પણ જાણીતા છે.

Leave a Reply

Your email address will not be published.