બિગ બોસ 15 હવે સમાપ્ત થવાના આરે છે ત્યારે શોનો ફિનાલે બે દિવસ પછી એટલે કે 29 અને 30 જાન્યુઆરીએ યોજાશે..રવિવારે આ સીઝનનો વિજેતા જાહેર કરવામાં આવશે. આ વખતે બીગ બોસની ટીઆરપી સતત ડાઉન રહી. ગત સીઝનની જેમ આ સીઝનને પણ લોકપ્રિયતા ના મળી. જો કે શોને રસપ્રદ બનાવવા માટે મેકર્સે અનેક ટ્વિસ્ટ ઉમેર્યા.શો માં હવે ફક્ત છ સ્પર્ધક બચ્યા છે.રાખી સાવંત શોમાંથી બહાર છે..
આ સિઝનના વિજેતાનું નામ થયું લીક
View this post on Instagram
તેજસ્વી પ્રકાશ, શમિતા શેટ્ટી, કરણ કુન્દ્રા, રશ્મિ દેસાઈ, પ્રતિક સહજપાલ અને નિશાંત ભટ્ટ હાલમાં બિગ બોસના ઘરમાં બાકી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિઝનના વિજેતાનું નામ લીક થઈ ગયું છે. તેજસ્વી પ્રકાશને આ શોની વિજેતા કહેવામાં આવી રહી છે. આ સાથે પ્રતીક સહજપાલને રનર અપ કહેવામાં આવી રહ્યો છે. જોકે આ માત્ર અટકળો છે.
લાઈવ વોટિંગ ઘરે બેઠા થશે
તમને જણાવી દઈએ કે ગુરુવારના એપિસોડમાં કેટલાક પ્રેક્ષકો ઘરની અંદર આવશે અને તેઓ ઘરના એક સાથીને વોટ આઉટ કરશે. તે જ સમયે બિગ બોસમાં રાખી સાવંતનું એલિમિનેશન બતાવતા પહેલા જ તેણે તેને બહાર કાઢવાના સમાચાર આપ્યા હતા.રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરતા લખ્યું કે હું બહાર છું. આ સાથે રાખી સાવંતે હસતા ઇમોજી પણ પોસ્ટ કર્યા છે.
રાખી સાવંત બેઘર થઈ ગઈ
બુધવારે ફોટોગ્રાફરોએ રાખી સાવંતને મુંબઈમાં સ્પોટ કરી હતી. જ્યારે એક ફોટોગ્રાફરે તેને બિગ બોસ વિશે પૂછ્યું તો તેણે કહ્યું – કંઈ નહીં, હું બહાર થઈ ગઈ. જ્યારે ફોટોગ્રાફરે તેને પૂછ્યું કે આ સિઝન કોણ જીતી રહ્યું છે તો તેણે કહ્યું કે મને ખબર નથી કે કોણ જીતી રહ્યું છે.