બિગબોસ ફેમ અર્શી ખાનને નડ્યો ભયંકર અકસ્માત, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

Uncategorized

બિગબોસ ૧૪ ફેમ અભિનેત્રી અર્શી ખાનને અકસ્માત નડ્યો છે.અર્શી ખાનની કાર દિલ્હીના માલવિય નગરમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો તેની સાથે કારમાં તેની આસિસ્ટન્ટ રેખા પણ કારમાં સવાર હતી.

બિગબોસ ૧૪થી જાણીતી બનેલી અર્શી ખાનનું એક્સિડન્ટ થયું છે.દિલ્હીના માલવિયનગરમાં અર્શીખાનની કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો.કારમાં અર્શી ખાન સાથે તેની આસિસ્ટન્ટ રેખા પણ હતી.જો કે સદનસીબે અર્શી ખાન હવે ખતરાથી બહાર છે.અને ડોક્ટરની દેખરેખમાં છે.જો કે સારવાર દરમિયાન અર્શી ખાને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

અર્શી ખાનની મર્સિડીઝ કાર માલવિય નગરમાંથી જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જો કે સમયસર એરબેગ ખુલી જતા અર્શી ખાન મોટી દુર્ઘટનાનો શિકાર બનતા માંડ માંડ બચી ગઈ હતી.અભિનેત્રી અર્શી ખાનને તાત્કાલિક સારવાર મળી હતી અને હવે તેની તબિયત સારી છે. જો કે હજુ પણ અર્શી ખાનને છાતીમાં દુખાવાની ફરિયાદ છે.

અર્શીખાનને બિગબોસથી ઓળખાણ મળી છે.તે બિગબોસ ૧૧માં સ્પર્ધક રહી ચુકી છે.તે દરમિયાન તે ઘણો લાંબો સમય ટકી હતી અને 83માં દિવસે તે બિગબોસમાંથી આઉટ થઈ ગઇ હતી.સાથે જ બિગબોસ ૧૪માં તે ચેલેન્જરના રોલમાં જોવા મળી હતી.તે શોમાં ૬૬માં દિવસે આવી હતી અને ૧૨૭માં દિવસે શોમાંથી બહાર થઈ ગઈ હતી.અર્શી ખાન જયારે પણ શોમાં આવતી ત્યારે કોઈને કોઈ બબાલ ઉભી કરતી.અને વિવાદમાં સપડાતી હતી. સલમાન ખાન સાથે તેની ખાસ બોન્ડીંગ જોવા મળતી હતી.

અર્શી ખાન હિન્દી ફિલ્મ ધ લાસ્ટ એમ્પરરથી બોલીવુડ ડેબ્યુ કર્યું છે. તે ઉપરાંત ટીવી સીરીયલ્સ વિશે વાત કરીએ તો સાવિત્રી દેવી કોલેજ એન્ડ હોસ્પિટલ અને વિષ નામની સીરીયલમાં કામ કરી ચુકી છે.આ સિવાય કેટલાક મ્યુઝીક વીડિયોઝમાં પણ કામ કર્યું છે.તેમજ સોશિયલ મીડિયા પર પણ ફ્રેન્ડસ સાથે અર્શી ખાન જોડાયેલી છે. ક્યારેક સાડીમાં તો ક્યારેક વેસ્ટર્ન આઉટફિટમાં તે ફ્રેન્ડસને ઈમ્પ્રેસ કરતી રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *