ભૂલથી પણ ન પહરેવી જોઇએ આ રાશિના લોકોએ મોતીની વીંટી, થઇ જશો બરબાદ

DHARMIK

ખાસ કરીને તમે જોયું હશે કે ઘણા લોકો જ્યોતિષ વિદ્યામાં ખૂબ વિશ્વાસ રાખે છે. જ્યારે તમારી રાશિ અનુસાર, જ્યોતિષ વિદ્યા મુજબ તમે ઘણી વસ્તુઓ ધારણ કરો છો. પરંતુ કેટલીક રાશિ એવી હોય છે જેને મોતીની વીંટી ક્યારેય ધારણ ન કરવી જોઇએ. જો તમે તેના અંગે જાણ્યા વગર મોતીની વીંટી આંગળીમાં ધારણ કરો છો તો તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો આવો જોઇએ એ કઇ રાશિના લોકો છે જે લોકોએ આવી વીંટી ન પહેરવી જોઇએ.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોએ ક્યારેય પણ મોતીની વીંટી ધારણ ન કરવી જોઇએ. હોય શકે છે કે તેને પહેરવાથી તમારી કિસ્મત ખુલી જાય પરંતુ જેટલું તમને મળશે તેનાથી વધારે તમને નુકસાન થઇ શકે છે. જેથી તમે મોતી ન પહેરો તો વધારે સારુ છે.

વૃષભ રાશિ

આ રાશિ વાળા લોકોએ પણ મોતીથી દૂર રહેવું જોઇએ. તેને ભૂલથી પણ મોતી ન પહેરવો જોઇએ. કહેવામાં આવ્યું છે કે આ રાશિના લોકોએ મોતી પહેરવાથી ભાઇ-બહેનનો સંબંધ ખરાબ થઇ જશે અને કઇપણ ખરાબ થઇ શકે છે.

મિથુન રાશિ

આ રાશિના લોકોએ પણ મોતીની વીંટી ન પહેરવી જોઇએ. કહેવામાં આવે છે કે આ લગ્ન વાળાઓએ ચંદ્રમાં બીજા ઘરના માલિક હોય છે જે મારકેશ છે. જેને લઇને આ લોકોએ મોતીની વીંટી ધારણ ન કરવી જોઇએ. જો તમે મોતી વાળી વીંટી પહેરો છો તો તમને માનસિક તનાવનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.