રત્ન શાસ્ત્ર (Ratna Shastra) અનુસાર દરેક રત્નનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. રત્ન ધારણ કરવાથી સંબંધિત ગ્રહ (Planet) મજબૂત બને છે અને શુભ ફળ આપવા લાગે છે. તેનાથી વ્યક્તિને તે ગ્રહ સંબંધિત જીવન ક્ષેત્રમાં ફાયદો થાય છે,
તેની સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ રત્ન (Gemstone) ધારણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તે રત્ન લાભની જગ્યાએ નુકસાન આપવા લાગે છે. આવી સ્થિતિ જીવનને અનેક સંકટથી ઘેરી શકે છે. તેથી, રત્ન ધારણ કરતા પહેલા આ બાબતો જાણી લેવી જોઈએ.
રત્ન ધારણ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
રત્ન ધારણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિના આધારે રત્ન હંમેશા પહેરવા જોઈએ.કોઈની પાસેથી લીધેલ રત્ન ક્યારેય ન પહેરો. આવા રત્ન શુભ પરિણામને બદલે અશુભ પરિણામ આપશે.
ચોરાયેલું રત્ન પહેરવું એ તમારા જીવનમાં મુશ્કેલીઓને આમંત્રણ આપવાનું છે. આવી ભૂલ ક્યારેય ન કરવી. હંમેશા નિયમ પ્રમાણે રત્નો પહેરો, નહીંતર સૌથી કીમતી રત્ન પણ બિનઅસરકારક સાબિત થશે. જો વીંટી, બ્રેસલેટ અથવા પેન્ડન્ટમાં પહેરવામાં આવેલ રત્ન બહાર પડી જાય, તો તેને ફરીથી પહેરતા પહેલા ચોક્કસ નિષ્ણાતની સલાહ લો. ક્યારેક આવા રત્નો ફરીથી પહેરવાથી નુકસાન થઈ શકે છે.
મોંઘા રત્નો પહેરતા પહેલા તેને કપડામાં લપેટો, હાથમાં બાંધી લો અથવા સૂતી વખતે ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ. જો તમને સારું લાગે છે, સારી ઊંઘ આવે છે, તો તેનો અર્થ એ છે કે રત્ન તમારા માટે અનુકૂળ છે. જો નહિં, તો ફરીથી નિષ્ણાતની સલાહ લો.
કોઈપણ મહિનાના અજવાળીયામાં ઉલ્લેખિત દિવસે હંમેશા શુભ મુહૂર્ત જોઈને જ રત્નો પહેરો. તેવી જ રીતે, અન્ય કોઈ દ્વારા પહેરવામાં આવેલ રત્ન પહેરવાનું પણ ટાળવું જોઈએ.