ભોલેનાથના પ્રિય શ્રાવણનો પહેલો સોમવાર, જાણો કોના પર રહેશે મહાદેવની કૃપા

DHARMIK

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. સમગ્ર દુનિયામાં હાલ કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે ભોલેનાથની સાધના ઘરે જ કરવી જ જોઇએ. આજે ભોલેનાથને અતિ પ્રિય એવો શ્રાવણનો પ્રથમ સોમવાર છે. આઓ જાણીએ આજે કોના પર ઉતરશે ભોલેનાથ શિવજીની મહેરબાની.

મેષ રાશિ
શ્રાવણના પહેલા સોમવારે સમયના તકાજાને સમજજો. વિવેકબુદ્ધિથી નિર્ણય ફળદાયી નીવડશે. મતભેદો નિવારી લેજો. ખર્ચાળ પ્રસંગ.

વૃષભ રાશિ
શ્રાવણના પહેલા સોમવારે માનસિક તણાવ અને ચિંતાનો બોજ ઊતરતો જણાય. મહેનતનું શુભ પરિણામ આવતું જોવાય. મિલન-મુલાકાત.

મિથુન રાશિ
શ્રાવણના પહેલા સોમવારે ધાર્યા કામમાં વિઘ્ન હશે તો દૂર થાય. નસીબ આડેનું પાંદડું દૂર થવાની આશા રહે. સ્વજનથી ગેરસમજ નિવારજો.

કર્ક રાશિ
શ્રાવણના પહેલા સોમવારે કાર્ય સફળતા અને પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. નિરાશાનાં વાદળ વિખેરાતાં લાગે. પ્રિયજનનો સહકાર.

સિંહ રાશિ
શ્રાવણના પહેલા સોમવારે આર્થિક આયોજન અને વિકાસ તરફ ધ્યાન આપજો. ગણતરી ઊંધી વળી ન જાય તે જોજો. કૌટુંબિક અશાંતિ અટકાવજો.

કન્યા રાશિ
શ્રાવણના પહેલા સોમવારે હકારાત્મક બનીને ધીરજથી વર્તશો તો ઇષ્ટફળ સારું મળે. મનમેળ સાધી લેજો.

તુલા રાશિ
શ્રાવણના પહેલા સોમવારે આપના માર્ગ આડેના કોઈ અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો લાગે. આપની ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ
શ્રાવણના પહેલા સોમવારે લાભ યા સફળતા અટકતા લાગે. વધુ યત્નો જરૃરી. અકસ્માતથી સાવધ રહેવું.

ધન રાશિ
શ્રાવણના પહેલા સોમવારે આપની ઇચ્છા કે જિદ મુજબ ફળ મળવું મુશ્કેલ લાગે. સમાધાનકારી વલણ કામ લાગે.

મકર રાશિ
શ્રાવણના પહેલા સોમવારે સામાજિક કામ-પ્રસંગ માટે સાનુકૂળતા. આર્થિક તંગી જણાય. સ્વજનથી સહકાર.

કુંભ રાશિ
શ્રાવણના પહેલા સોમવારે આપની સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિલન-મુલાકાત. ગૃહજીવનમાં સંવાદિતા.

મીન રાશિ
શ્રાવણના પહેલા સોમવારે આપના વિરોધીઓના હાથ હેઠાં પડે. ફતેહની તક. કુદરતી મદદ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *