ભોલેનાથને ભજતા ભક્તો માટે શ્રાવણ મહિનો ખાસ હોય છે. શ્રાવણ મહિનામાં ભોલે ભંડારીની પૂજા આરાધના વિશેષ માનવામાં આવે છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 9 ઓગસ્ટ, સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. શ્રાવણ મહિનામાં દરેક સપ્તાહની શરૂઆત ભગવાન શિવ અને દેવી પાર્વતી સાથે થાય છે.
શિવજીની પૂજા અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શિવજીને ત્રણ રાશિ ખુબજ પ્રિય છે જેમના પર શિવજીની વિશેષ કૃપા હોય છે.
મેષ રાશિ
મેષ રાશિનો શાસક ગ્રહ મંગળ છે. ભગવાન ભોલેનાથને મેષ રાશિ ખૂબ પ્રિય છે. તેમની કૃપા દૃષ્ટી હંમેશાં આ રાશિના જાતકો પર રહે છે. મેષ રાશિના લોકો પર હંમેશા શિવના આશીર્વાદ હોવાને કારણે, આ રાશિના લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. આ રાશિના લોકોએ શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે શિવલિંગ પર જલાભિષેક કરવો જોઇએ.
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિદેવ છે. મકર રાશિ પણ શિવની પ્રિય રાશિ છે. આ રાશિ શનિ અને શિવ બંનેના આશીર્વાદ મેળવે છે. જો આ રાશિના લોકો પર કોઈ પણ પ્રકારની આફતો આવે છે, તો ભગવાન શિવ તે સમયે આવતી મુશ્કેલીઓ ઘટાડે છે. શ્રાવણ મહિનામાં આ રાશિના લોકોએ ચોક્કસપણે શિવજીની પૂજા કરવી જોઈએ.
કુંભ રાશિ
શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. શનિ દેવને બે રાશિનો સ્વામી માનવામાં આવે છે. શનિની કૃપા હંમેશાં શનિની આ રાશિ પર વર્ષા કરે છે. શ્રાવણ મહિનામાં પણ કુંભ રાશિના લોકોએ શિવની પૂજા કરવી જોઈએ. કુંભ રાશિના લોકો માટે શ્રાવણ મહિનામાં ૐ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઇએ જેનાથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.