ઘણી વખત તમે જોયું હશે કે ભોજનમાં ત્રણ રોટલી નથી પીરસતા. ખાવાના સમયે 2 કે 4 રોટલી જ પીરસવામાં આવે છે અને ઘરના મોટા લોકો 3 રોટલી પીરસવાથી ઇન્કાર કરે છે. કહેવાય છે 3 રોટલીને પીરસવી અશુભ હોય છે પરંતુ તેની પાછળનું કારણ અમે તમને જણાવીશું. ઘણા કારણ હોય છે જેને લઇને 3 અંકની વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. જાણો આખરે કેમ પીરસવામાં નથી આવતી 3 રોટલીઓ…
હિન્દુ શાસ્ત્રોમાં 3 અંકને શુભ માનવામાં આવતો નથી તેને જોતા કોઇપણ શુભ કાર્ય 3 તારીખે કરવામાં આવતા નથી. પૂજામાં પણ 3 વસ્તુઓ રાખવામાં આવતી નથી. કોઇની થાળીમાં 3 રોટલી પણ આપવામાં આવતી નથી.
જો આપવી પણ હોય તો તમે તેને તોડીને આપી શકો છે.પરંતુ બને એટલું 3 રોટલી ન આપવી જોઇએ, ત્રણ રોટલી જ નહીં, પરંતુ કોઇપણ કામ કરો તો ત્રણની સંખ્યામાં ન કરો, તેને 2 કે 4ની સંખ્યામાં કરો.
હિન્દુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ રોટલી મૃત વ્યક્તિને સમર્પિત હોય છે. જો તમે કોઇને ત્રણ રોટલી આપી રહ્યા છો તો સમજી શકાય છે કે કોઇ મૃત વ્યક્તિને આપી રહ્યા છો.
જ્યારે કોઇ વ્યક્તિ મૃત્યુ થઇ જાય તો ત્રીજા દિવસે તેનું ભોજન 3 રોટલી સાથે જ નીકાળવામાં આવે છે. આગળથી ધ્યાન રહે કે ક્યારેય પણ કોઇને ખાવાનામાં 3 રોટલી ન પીરસવી જોઇએ. જે દરેક લોકો માટે અશુભ હોય છે.