ભાવવધારોઃ સોનું થયું 53000ને પાર, 14 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું

GUJARAT

રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર અમદાવાદના ગોલ્ડ માર્કેટ ઉપર પડી છે. આજરોજ સવારે બજાર ખુલતાની સાથે 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 53350 નોંધાયો છે. જે યુદ્ધ પહેલા 49900 હતો. આમ જોવા જઈએ તો 3450 નો વધારો થયો છે.

જાણો અમદાવાદના ભાવ

અમદાવાદના ગોલ્ડ માર્કેટમાં મંદીનો માહોલ છવાઈ ગયો છે. જ્વેલર્સ સોનાના શો રૂમો પણ સન્નાટો દેખાઈ રહ્યો છે. હા લગ્નની પણ સીઝન નથી જેની અસર શોરૂમ ઉપર પડી છે. 9 માર્ચ થી હોળાષ્ટક બેસી જતા હોવાથી દુકાનદારોને મંદીનો સામનો કરવો પડશે. જો યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહેશે તો ગોલ્ડ નો ભાવ 55000 ક્રોસ કરી જાય તેવી શક્યતા છે. આજે સાંજે સાત વાગે બજાર બંધ થાય તે વખતે ભાવ વધે તેવી પણ શક્યતાઓ છે.

જાણો શું છે સોના ચાંદીના ભાવ
એપ્રિલ ડિલિવરી ગોલ્ડની કિંમત આજે 0.45 ટકાના વધારાની સાથે 52005 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. આજે કારોબારમાં ચાંદીના ભાવ 0.54 ટકા વધ્યા છે. તો સાથે 1 કિલો ચાંદીના ભાવ 68270 રૂપિયા છે.

મિસ્ડ કોલ આપીને જાણી લો સોનાનો ભાવ
ઉલ્લેખનીય છે કે આ રેટ્સને તમે સરળતાથી ઘરે બેસીને જાણી શકો છો. આ માટે તમારે ફક્ત 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો રહે છે. તમારા ફોન પર મેસેજ આવશે અને તેમાં લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકાય છે.

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા
જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો તેને માટે સરકારની તરફથી એક એપ બનાવાયું છે. ‘BIS Care app’થી ગ્રાહકો સોનાની શુદ્ધતાની તપાસ કરી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતાની તપાસ જ નહીં પણ તેની સાથે જોડાયેલી ફરિયાદ પણ કરી શકીએ છીએ. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હશે તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહક ફરિયાદ નોંધાવ્યાની જાણકારી મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.