ભવિષ્યવાણીઃ રશિયા-યૂક્રેન યુદ્ધની આ તારીખે થશે ભારત પર અસર!

DHARMIK

જ્યોતિષમાં રાહુને પાપી ગ્રહ માનવામાં આવ્યો છે. તેની સ્થિતિમાં બદલાવ અનેક મોટા ફેરફાર લાવે છે. 17 માર્ચે રાહુ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. 18 મહિના બાદ રાહુનું રાશિ પરિવર્તન દુનિયાને માટે મોટા ફેરફાર લાવશે. ઉલ્લેખનીય છે તે તેનાથી ભારત પણ બાકાત રહેશે નહીં. માર્ચ 2022માં થનારા રાહુના ગોચરની અસર દેશની રાજનીતિ, અર્થવ્યવસ્થા અને સામાન્ય જનજીવન પર થશે.

હંમેશા ઉલ્ટી ચાલ ચાલે છે રાહુ
જ્યોતિષના આધારે રાહુ અને કેતુ હંમેશા ઉલ્ટી ચાલ ચાલે છે. તે 18 મહિનામાં રાશિ બદલે છે. આવનારી 17 માર્ચે રાહુ વૃષભ રાશિથી લઈને મેષમાં પ્રવેશ કરશે. જ્યાં તે દોઢ વર્ષ સુધી રહેશે. રાહુના મેષમાં પ્રવેશ માટે કુંડળીની સ્થિતિ મકર રાશિમાં શનિ, મંગળ અને શુક્ર 3 ગ્રહોની યુતિ બની રહી છે. જે આખી દુનિયામાં મોટી ઉથલ પાથલની આશંકા જન્માવે છે. તેની અસર ભારત પર પણ જોવા મળશે.

ખાવા પીવાની ચીજોનું વધશે સંકટ
જ્યોતિષના અનુસાર મેષ રાશિમાં રાહુનું આવવું એ ખાવા પીવાની ચીજોનું સંકટ લાવે છે. મેષમાં રાહુના પ્રવેશ કરતાં જ ચાલી રહેશે. રશિયા યૂક્રેન યુદ્ધની ભારતની અર્થવ્યવસ્થા પર માઠી અસર જોવા મળશે. પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો રોજની ચીજોના ભાવ વધારશે. તેનાથી સામાન્ય માણસો સાથેની મુશ્કેલીઓ વધશે. હાલમાં યૂક્રેન અને રશિયા દુનિયાના મોટા ઘઉં ઉત્પાદક દેશ છે અને બંને યુદ્ધના મેદાને છે. આ સમયે અનાજની કિંમતો વધશે જે ખાદ્ય સંકટ જન્માવી શકે છે. રાહુનો ગોચર ભારતમાં કમોસમી વરસાદ લાવશે જે ખેતરના પાકને નુકસાન કરી શકે છે.

સ્ટોક માર્કેટ પર પણ થશે અસર
એપ્રિલમાં મેષ રાશિના એકાદશ ભાવમાં કુંભ રાશિમાં શનિ-મંગળની યુતિ અને જૂનમાં મેષ રાશિમાં રાહુ-મંગળની યુતિ સ્ટોક માર્કેટમાં વધારે મોટા ઉતાર ચઢાવ લાવી શકે છે. આ સમયે વિચારીને રોકાણ કરવાથી લાભ થશે.

મચી જશે રાજકીય મુશ્કેલીઓ
રાહુનો ગોચર ભારતની રાજનીતિમાં મુશ્કેલી આવી શકે છે. એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે મોટી રાજકીય ઉથલ પાથલ થઈ શકે છે. મોટા નેતાઓ- અધિકારીઓની સાથે જોડાયેલી અપ્રિય ઘટનાઓ બની શકે છે. આ સિવાય ભૂસ્ખલનની આશંકા પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.