ઉજ્જૈનને મધ્ય પ્રદેશની ધાર્મિક રાજધાની માનવામાં આવે છે અને ત્યાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની (Mahakaleshwar Jyotirling Mandir) ઘણી રસપ્રદ વાતો છે. અહીંની પૂજામાં ભાગ લેવા માટે ભક્તો હંમેશા ઉત્સુક હોય છે. અહીં ભસ્મ આરતી થાય છે, જેમાં આવી પરંપરાનું પાલન કરવામાં આવે છે. જે તમને વિચિત્ર પણ લાગશે. આ આરતી દરમિયાન મહિલાઓને 10 મિનિટ સુધી મહાકાલ બાબાના દર્શન કરવાની છૂટ નથી. આવું કરવા પાછળ એક મોટું કારણ પણ છે. આ દરમિયાન મહિલાઓ માથા પર ઘુંઘટ ઓઢે છે. શું તમે જાણો છો આવુ કરવાનું કારણ. શા માટે મહાકાલ બાબાના દર્શન 10 મિનિટ સુધી મહિલાઓ કરી શકતી નથી.
ભસ્મ આરતી સમયે મહાકાલ નવા સ્વરૂપમાં આવે છે
મહાકાલ મંદિરના પૂજારીઓ જણાવે છે કે ભસ્મ આરતી સમયે મહાકાલ શિવ સ્વરૂપમાંથી શંકરના રૂપમાં આવે છે, એટલે કે તે નિરાકારમાંથી ભૌતિક સ્વરૂપ ધારણ કરે છે. તે સમયે શિવજી પર ભસ્મ ચડાવવામાં આવે છે અને સ્ત્રીઓને તેમના અભ્યંગ સ્નાન જોવાની મંજૂરી નથી. આથી મહિલાઓને પડદો રાખવાનું કહેવામાં આવે છે. ત્યાંના પૂજારીઓ જણાવે છે કે જે રીતે કપડા બદલવામાં આવે છે, તેવી જ રીતે ભગવાન મહાકાલ નિરાકારમાંથી રૂપ ધારણ કરે છે અને આ જ કારણ છે કે મહિલાઓને થોડા સમય માટે દર્શન કરવાની મનાઇ હોવાથી ઘુંઘટ ઓઢવાનું કહેવામાં આવે છે.
ફક્ત અહીં જ ચડે છે ભસ્મ
અહીં 12 જ્યોતિર્લિંગ છે, જેમાંથી ત્રીજા સ્થાનને ભગવાન મહાકાલનું સ્થાન માનવામાં આવે છે. તેને બ્રહ્માંડના રાજા પણ કહેવામાં આવે છે. અહીં ભગવાન મહાકાલને દરરોજ ભસ્મ ચઢાવવામાં આવે છે. અહીં પહેલા ભસ્મ આરતી કરવામાં આવે છે અને ત્યાર બાદ જ સવારની આરતી અને ભોગ ચઢાવવામાં આવે છે.
આ સિવાય સાંજની આરતી અને શયન પછી મહાકાલના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. જો તમે અહીં મુલાકાત લેવા માંગતા હો, તો તમે સવારે 4:00 થી 11:00 વાગ્યાની વચ્ચે જઈ શકો છો. આ જ્યોતિર્લિંગમાં જ ભસ્મ ચઢાવવામાં આવે છે.
ભસ્મ આરતીનો ભક્તોમાં અનોખો મહિમા છે. અહી દુર-દુરથી ભક્તો આ ભસ્મ આરતીનો લ્હાવો લેવા આવે છે.