ભરૂચમાં સ્પાની આડમાં 6 સ્વરૂપવાન યુવતીઓ સાથે કરાવાતો હતો દેહવ્યાપાર, પોલીસે પાડી રેડને પછી……

GUJARAT

રાજ્યમાં દિવસેને દિવસે હવે દેહ વ્યાપારના કેસ વધી રહ્યા છે ત્યારે ભરૂચ બાયપાસ રોડ ઉપરના બીગ બોસ સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા ભરૂચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા સ્પા.ની આડમાં ચાલતી દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તીઓને શોધી કાઢવાની અપાયેલ કડક સૂચના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ તથા પોલીસ ટીમે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલ અભ્યુદય આર્કેડમાં આવેલ બીગબોસ સ્પાની આડમાં બહારની છોકરી મંગાવી દેહ વ્યાપાર ચલાવે છે.

એ ડિવિઝન પોલીસ બાતમી આધારે ટીમે બનાવી છાપો મારવા એક ખાનગી વ્યક્તિને ગ્રાહક તરીકે તૈયાર કરી બાતમી વાળી જગ્યાએ મોકલી ખાત્રી કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ રેઇડમાં દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ કુલ છ યુવતિઓ તથા બિગબોસ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો દુકાન માલીક રાકેશ મનુભાઇ વાળંદ રહે-એ/૮ વિશ્વભર કોમ્પલેક્ષ, એમઆર.એફ. શો રૂમની પાછળ, નંદેલાવ ભરૂચ હાજર મળી આવતા પોલીસે જરૂરી પુરાવાઓ એકત્ર કરવા સાથે સ્પામાંથી બે મોબાઇલ અને કાઉન્ટર ઉપરથી રોકડા 7500 મળી કુલ રૂ. 13500/- કબ્જે કરી દુકાન માલીક વિરુધ્ધ ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *