ભારતીય પુરૂષો કરતા મહિલાઓ હોય છે લફરાબાજ, પરણ્યા પછી પણ છે શારીરિક સંબંધ

nation

ભારતમાં સેક્સને હજી પણ એક બદીની માફક જોવામાં આવે છે. ખાસ કરીને લગ્ન બાદ અહીં મહિલાઓ તરફથી આશા રાખવામાં આવે છે કે તે પોતાના પતિ સિવાય કોઈ અન્ય પારકા પુરૂષ સાથે કોઈ પણ પ્રકારના શારિરીક સંબંધો ના રાખે. લગ્નેત્તર મહિલાના અફેરને ભારતમાં ખોટી રીતે જોવામાં આવે છે. પરંતુ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના તાજેતરના અહેવાલ પર નજર કરવામાં આવે તો ભારતીય આ મામલે હવે વધારે બોલ્ડ થતા જાય છે.

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડનના એક રિસર્ચમાં 53 ટકા ભારતીય મહિલાઓનું માનવું છે કે, તે પોતાના પતિ ઉપરાંત કોઈ અન્ય પુરૂષો સાથે સંબંધો ધરાવે છે. જ્યારે લગ્ન બાદ અન્ય મહિલાઓ સાથે સંબંધો ધરાવતા પુરૂષોની સંખ્યા 43 ટકા છે.

ગ્લીડનની માર્કેટિંગ ડાયરેક્તર સોલેન પૈલેટના જણાવ્યા પ્રમાણે, રોમાંસ અને બેવફાઈ મામલે ભારતીય મહિલાઓ ખુબ જ ખુલા વિચારો ધરાવે છે. ગ્લીડન લોકોને એવી તક પુરી પાડે છે જેમાં તે પોતાના પાર્ટનર સાથે સંબંધોને અસર ના પહોંચે તે રીતે પોતાની રીતના વિચારો ધરાવતા અન્ય વ્યક્તિ સાથે નવી લવ સ્ટોરીની શરૂઆત કરી શકે.

ગ્લીડનને આ રિસર્ચ ઓનલાઈન કરાવ્યું હતું જેમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરૂ, પુણી, અમદાવાદ અને હૈદરાબાદ જેવા દેશના મોટા શહેરોના 1500 લોકોએ ભાગ લીધો હતો. અહેવાલમાં ખુલાસો થયો હતો કે, પુરૂષોની સરખામણીએ એ મહિલાઓની સંખ્યા વધારે હતી જે નિયમિત રૂપે પોતાના પતિ ઉપરાંત અનુઅ પુરૂષો સાથે શારીરિક સંબંધો ધરાવે છે.

સર્વે પ્રમાણે પતિ ઉપરાંત અન્ય પુરૂષ સાથે નિયમિત શારીરિક સંબંધ બાંધનારી મહિલાઓની સંખ્યા 40 ટકા છે જ્યારે 26 ટકા પુરૂષ પોતાની પત્ની ઉપરાંત કોઈ અન્ય મહિલા સાથે નિયમિત રૂપે સેક્સ કરે છે.

રિસર્ચમાં ભારતના લગભગ 50 ટકા પરણેલા પુરૂષોએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે, તે પોતાના જીવનસાથી ઉપરાંત પણ કોઈ અન્ય સાથે ઈંન્ટિમેટ સંબંધો ધરાવે છે. જ્યારે 47 ટકા લોકોનું માનવું છે કે, તે પોતાના પાર્ટનર ઉપરાંત કોઈ બીજા સાથે કેઝ્યુઅલ રિલેશનશિપમાં છે જ્યારે 46 ટકા લોકોએ વન નાઈટ સ્ટેંડની વાત સ્વિકારી છે.

રિસર્ચ પ્રમાણે 48 ટકા ભારતીયો માને છે કે, એક સમયમાં બે લોકો સાથે પ્રેમ કરવો મુશ્કેલ છે, જ્યારે 46 ટકા લોકોનું માનવું છે કે, દગો આપવા છતાંયે તેમનો પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ ઘટતો નથી. જેના કારણે જ અફેરની જાણ થવા છતાંયે મોટા ભાગના ભારતીય પોતાના પાર્ટનરને માફ કરવામાં વિશ્વાસ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *