ભારતીયો આનંદો! અમેરિકામાં સ્થાયી થવા માટેનો રસ્તો હવે થયો સરળ

nation

ભારતીયોનું અમેરિકામાં સ્થાયી થવાનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે. બાઇડન સરકારે વિદ્યાર્થીઓ, ટેક ઈનોવેટર્સ અને સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સ માટે ગ્રીન કાર્ડ (પરમેનન્ટ રેસિડેન્સી)નો રસ્તો વધુ સરળ બનાવ્યો છે. અમેરિકામાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) માં 22 નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. STEM પ્રોગ્રામમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પહેલા ભારતીયોએ અમેરિકા છોડી દેવું પડતું હતું, ત્યાં હવે તેમને નોકરી શોધવા માટે વધુ 3 વર્ષનો સમય મળશે.

તેને ઓપીટી (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાતો કહે છે કે ભારતીયો પર બાઇડનનો દાવ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચીનના પડકારને માત આપવા માટે છે. અમેરિકામાં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયો બીજા ક્રમે છે. અમેરિકામાં 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે આમાંથી 1. 20 લાખ લોકોએ OPT હેઠળ અરજી કરી છે. આ સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. સ્ટાર્ટ-અપ્સ માટે અલગ નોન-ઇમિગ્રન્ટ W વિઝા કેટેગરી પણ બનાવવામાં આવી છે.

બાઇડન સરકારે લાયક ભારતીયો માટે વિઝા મર્યાદા નાબૂદ કરી

આ હેઠળ, જોબ ક્રિયેશનનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા ઇમિગ્રન્ટ આંતરપ્રેન્યોરને W-1 વિઝા અને આવા સ્ટાર્ટ-અપ્સના કર્મચારીઓ માટે W-2 વિઝાની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રમ્પ સરકાર દરમિયાન, ભારતીયો માટે ગ્રીન કાર્ડ અને વિઝા મેળવવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ બાઇડન સરકારે લાયક ભારતીયો માટે વિઝા મર્યાદા નાબૂદ કરી દીધી છે. અમેરિકન યુનિવર્સિટી અથવા તેની સમકક્ષ ભારતીય યુનિવર્સિટીમાંથી STEM પ્રોગ્રામમાં ડોક્ટરેટ મેળવવા માંગતા લાયક ભારતીયોને સરળતાથી વિઝા મળી શકશે.

STEM ના નવા અભ્યાસક્રમોમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બાયો એન્જિનિયરિંગ પણ

STEMના અભ્યાસના 22 ક્ષેત્રોમાં બાયો એન્જિનિયરિંગ, હ્યુમન ટેક્નોલોજી ડિઝાઇન, જીયોગ્રાફી-એન્વાયરમેન્ટ સ્ટડી, ગાણિતિક અર્થશાસ્ત્ર, ગણિત અને સમુદ્રી વિજ્ઞાન, માનવશાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન, અર્થ સાયન્સ, અર્થશાસ્ત્ર અને કોમ્પ્યુટર વિજ્ઞાન, એન્વાયરમેન્ટ જીઓ સાયન્સ, જિયોબાયોલોજી, ડેટા સાયન્સ, બિઝનેસ એનાલિટીક્સ, ડેટા વિઝ્યુલાઇઝેશન, ફાઇનાન્શિયલ એનાલિટીક્સ, ડેટા એનાલિટીક્સ, ઈન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, ફોરેસ્ટ્રી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સોશિયલ સાયન્સ, રિસર્ચ મેથડોલોજી અને કવોન્ટિટેટીવ મેથડ્સ છે.

Leave a Reply

Your email address will not be published.