ભારત રત્ન શું છે અને આ એવોર્ડ મેળવનારને સરકાર દ્વારા કંઈ કંઈ વસ્તું આપવામાં આવે છે ? જુઓ સમગ્ર માહિતી

nation

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ સમ્માન જેને મેળવ્યા પછી દેશના કોઈપણ વ્યક્તિનું કદ ખુબ જ વધી જાય છે. તેને મેળવવો ખુબ જ મુશ્કેલ છે. જે મળ્યા પચી જિંદગીમાં કોઈપણ તેની ઓળખાણ આપવાની જરૂર નહીં રહેતી. આ એવોર્ડ દેશના પ્રત્યે સેવા માટે આપવામાં આવે છે. ભારત રત્ન એવોર્ડ કળા, સાહિત્ય, જાહેર સેવા માટે આપવામાં આવે છે. જે સમયે આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી તે સમયે મરણોપરાંત એવોર્ડ આપવાનો નિયમ હતો. પરંતુ સન 1955 પછી મરણોપરાંત પણ આ એવોર્ડ આપવાની પરંપરા શરૂ કરવામાં આવી.

ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત વર્ષ 1954માં શરૂ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેકંટરમણ પહેલા ભારતીય હતા જેને આ સમ્માન આપવામાં આવ્યું હતું. તેના પછી અનેક હસ્તીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપિત એપીજે અબ્દુલ કલામને પણ આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય સચિન તેંદુલકર, પંડિત ભીમસેન જોસી, જાણીતા વૈજ્ઞાનિક સીએનઆર રાવ સહિત અનેક લોકોને આ સર્વોચ્ચ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. તો સાથે સાથે બિન ભારતીયમાં મધર ટેરેસા, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન અને નેલ્સન મંડેલાને પણ ભારત રત્ન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

કંઈ વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવે તેની ભલામણ પ્રધાનમંત્રીની તરફથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળ્યા પછી તે વ્યક્તિને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ અને સમ્માન મળવનાર વ્યક્તિને સરકાર તરફથી આ સુવિધાઓ આપવામાં આવે છે. ભારત રત્ન મેળવનારને સરકાર દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. સાથે પીપળાના પત્તાની આકૃતિ જેવું એક ચંદ્રક સોંપવામાં આવે છે. ભારત રત્ન માટે જે ચંદ્રક મળે છે તેના પર એક સૂર્ય બનેલો હોય છે. તેના પર હિંદીમાં ભારત રત્ન લખેલું હોય છે. તેની પાછળ અશોક ચિહ્નની સાથે સત્ય મેવ જયતે લખેલું હોય છે આ સમ્માનની સાથે કોઈપણ પ્રકારની ધનરાશિ આપવામાં આવતી નથી.

ભારત રત્ન જેવું સર્વોચ્ચ સમ્માન મેળવનારાઓને ભારત સરકાર તરફથી કેટલીક સુવિધાઓ આપવામાં આવે છે. ભારત રત્ન મેળવનાર વ્યક્તિને રેલવેની યાત્રા મફત કરી દેવામાં આવે છે. આ સિવાય દિલ્હી સરકાર મફતમાં બસ સેવાની સુવિધા પણ આપે છે. ભારત રત્ન મેળવનાર વ્યક્તિને સરકાર તરફથી વોરંટ ઓફ પ્રેસીડેંસમાં સ્થાન આપવામાં આવે છે. આ એક પ્રોટોકોલ છે. જ્યારે પ્રોટોકોલને ફોલ કરવામાં આવે છે ત્યારે તેને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપિત, પ્રધાનંત્રી, રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, ઉપપ્રધાનમંત્રી, મુખ્ય ન્યાયાધીશ, લોકસબા સ્પીકર, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી અને સંસદના બંને સંદનોમાં વિપક્ષ નેતા પછી જગ્ય મળે છે. ભારત રત્ન મેળવનાર વ્યક્તિ વિઝિટિંગ કાર્ડ ઉપર સમ્માનનું નામ લખી શકે છે. પરંતુ તે પોતાના કાર્ડ ઉપર રાષ્ટ્રપતિ દ્વાર ભારત રત્નથી સમ્માનિત અથવા તો ભારત રત્ન પ્રાપ્તકર્તા જ લખી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *