ભારતમાં કહેર પછી કોરોના હવે અન્ય વિકાસશીલ દેશોમાં હાહાકાર મચાવી શકે છે

Uncategorized

ભારતમાં કાળો કહેર મચાવ્યા પછી કોરોનાનો જીવલેણ વાઈરસ અન્ય વિકાસશીલ દેશોમાં હાહાકાર મચાવી શકે છે. આને કારણે વિકાસશીલ દેશોની હેલ્થ સિસ્ટમ ડામાડોળ થઈ શકે છે અને મદદ માટેના પોકાર ઉઠી શકે છે. લાઓસથી થાઈલેન્ડ અને સાઉથઈસ્ટ એશિયનાં દેશો તેમજ ભારત અને તેની સરહદ પરનાં ભૂતાન તેમજ નેપાળમાં કોરોનાનાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. વાઈરસનાં જુદાજુદા પ્રકારને કારણે તેમજ મેડિકલ સાધનોની અછતને કારણે સ્થિતિ વણસી છે.

લાઓસમાં એક જ મહિનામાં કોરોનાનાં કેસમાં ૨૦૦ ગણો વધારો થયો હતો આથી આરોગ્ય પ્રધાને અન્ય દેશોની મદદ માગવી પડી હતી. નેપાળમાં બેડની અછત સર્જાઈ છે જ્યારે થાઈલેન્ડમાં સ્થિતિ ખરાબ છે. પેસિફિક મહાસાગરનાં કેટલાક ટાપુઓમાં પણ કોરોનાનાં પહેલા કેસ આવી રહ્યા છે. ઉઁર્ંનાં યુરોપનાં રિજનલ ડિરેકટર હેન્સ ક્લુગે કહ્યું હતું કે ભારત જેવી સ્થિતિ ગમે ત્યાં સર્જાઈ શકે છે.

લાઓસમાં એક મહિનામાં કેસમાં ૨૨,૦૦૦ ટકાનો વધારો થયો છે. નેપાળ અને થાઈલેન્ડમાં સ્થિતિ ગંભીર બની રહી છે. ભૂતાન, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, સુરિનામ, કંબોડિયા, ફિજીમાં કેસમાં ત્રણ ગણો વધારો થયો છે.

આખી દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬,૭૩,૯૭૩ કેસ નોંધાયા : ૧૦૬૧૩નાં મોત

આખી દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ૬,૭૩,૯૭૩ કેસ નોંધાયા હતા જ્યારે ૧૦,૬૧૩નાં મોત થયા હતા. આખા વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧૫,૪૪,૨૦,૮૭૩ થઈ હતી . કોરોનાએ કુલ ૩૨,૩૦, ૩૫૪નો ભોગ લીધો હતો. જો કે સારવાર પછી ૧૩,૧૮,૭૦,૩૭૫ લોકો સાજા થયા હતા. ૧,૯૩,૨૦, ૧૪૪ કેસ એક્ટિવ હતા. આખી દુનિયામાં ૧ લી મેનાં રોજ સૌથી વધુ ૮ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. અમેરિકામાં કુલ દર્દીઓની સંખ્યા ૩,૩૨,૩૧,૯૭૧ થઈ હતી જ્યારે ૫,૯૧,૫૪૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

અમેરિકામાં ૧૨થી ૧૫ વર્ષનાં સગીરોને વેક્સિન આપવા તૈયારી

અમેરિકામાં હવે ૧૨થી ૧૫ વર્ષનાં લોકોને વેક્સિન આપવા તૈયારી કરાઈ રહી છે. ફાઈઝરની વેક્સિનનો આ માટે ઉપયોગ કરાશે. યુએસ ડ્રગ્સ રેગ્યુલેટર દ્વારા આવતા અઠવાડીયે ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિનને મંજૂરી અપાશે. ૧૨થી ૧૫ વર્ષનાં બાળકો પર આ વેક્સિન ૧૦૦ ટકા અસરકારક છે. ફાઈઝર દ્વારા ૨૨૬૦ બાળકો પર તેની ટ્રાયલ લેવામાં આવી છે. બાળકોમાં એન્ટીબોડી તૈયાર થઈ છે.

બ્રાઝિલમાં ૮૦૦થી વધુ સગર્ભા મહિલાઓને કોરોના ભરખી ગયો

બ્રાઝિલમાં કોરોના ગર્ભવતી મહિલાઓ પર કાળ બનીને ત્રાટક્યો છે. અત્યાર સુધીમાં બ્રાઝિલમાં ૮૦૦થી વધુ સગર્ભા મહિલાઓને કોરોના ભરખી ગયો છે. કોરોનાથી સંક્રમિત થતી ગર્ભવતી મહિલાઓના ગર્ભમાં રહેલાં બાળક પણ કોરોનાથી સંક્રમિત થતાં હોવાથી બ્રાઝિલની સરકાર દ્વારા મહિલાઓને કોરોનાનું સંક્રમણ ઘટે નહીં ત્યાં સુધી ગર્ભ ધારણ નહીં કરવા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.