ભણતરને પ્રાથમિકતા, વિદ્યાર્થિનીએ પહેલાં પરીક્ષા આપી અને પછી લગ્ન કર્યા

GUJARAT

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સોમવારથી શરૂ થયેલી એક્ઝામમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતુ. ચૂંટણી વખતે જેમ મતદાનને પહેલી ફરજ સમજનારા જોવા મળે છે. તેમ યુનિ.ની પરીક્ષા આપવા માટે દુલ્હને લગ્નનું મુહુર્ત બદલાવી નાખ્યું હતું અને એક્ઝામને પ્રાથમિકતા આપી હતી.

લગ્નને બદલે પરીક્ષાને પ્રાથમિકતા આપી

રાજકોટના સરદારનગર વિસ્તારમાં રહેતી શિવાંગી બગથરીયાના લગ્ન 22મીએ સવારે સુરતના પાર્થ પાડલીયા સાથે ગોઠવાયા હતા. લગ્નનું મુહુર્ત સવારે 10 વાગ્યાનું હતુ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ આ જ દિવસથી અને તે જ સમયે શરુ થતા ભાઈ રાજ ધામેલીયાની મદદથી દુલ્હનના વેશમાં જ શિવાંગી શાંતિનિકેતન કોલેજના પરીક્ષા કેન્દ્રમાં એક્ઝામ આપવા પહોચી હતી. જ્યાં કન્યા દુલ્હનના પરિધાનમાં નજરે પડી હતી. વિદ્યાર્થિનીએ કહ્યું કે બી.એસ.ડબલ્યુ. સેમ.5 ની એક્ઝામ આપવા આવી છું. લગ્નને બદલે પરીક્ષાને પ્રાથમિકતા આપી છે. અને લગ્ન બાદ પણ પતિ, સાસરિયાના સાથથી ભણી શકીશ તેની ખાતરી છે.

Leave a Reply

Your email address will not be published.