તમામ ઘરોમાં ઉપવાસ કે વ્રત આવતા જ રહે છે અને અનેક લોકો ઘરમાં સાબુદાણાની ખીર, ચેવડો કે પછી ખીચડી બનાવતા રહે છે. આ સમયે તેના ટેસ્ટ કરતા પણ સૌથી મહત્ત્વનું એ છે કે સાબુદાણા યોગ્ય રીતે પલાળી લેવામાં આવે. જો તે સરખી રીતે નહીં પલળે તો તમારી ડિશ પણ બગડશે અને પેટની સમસ્યામાં રાહત મળી જશે. સાબુદાણા એકબીજા સાથે ચોંટે છે તો તમને તમારી ખીચડી કે ચેવડો ખાવાની મજા આવશે નહીં.
આજે અહીં જાણો સાબુદાણાને યોગ્ય રીતે પલાળવાની રીત શું છે અને તેનાથી તમને શું ફાયદો થશે.
જો સાબુદાણા પલાળતી વખતે તમારાથી વધારે પાણી નંખાઈ જશે તો તમારા બધા સાબુદાણા ચીકણા થઈ જશે. સાબુદાણા કોરા લાગે કે પછી પાણી સુકાઈ ગયું હોય તેવું લાગે તો તમારે ઉપરથી થોડું પાણી છાંટીને તેને સરખી રીતે મિક્સ કરો.
જો તમે સાબુદાણાને ચીકણા થતા અટકાવવા માંગો છો તો તમે સાબુદાણા પર પાણી સીધું નાંખી દેવાના બદલે તેની પર પાણીનો છંટકાવ કરો તે યોગ્ય રહેશે. આમ કરવાથી તે છૂટા રહેશે અને સરળતાથી સારી રીતે પલળી જશે.
તમારા સાબુદાણા મોટા છે તો તેને આખી રાત પલાળી રાખો. બે કલાકમાં તે સાબુદાણા પલળતા નથી અને અંદરથી કોરા રહી જાય છે. તમારે ૧ કપ સાબુદાણાને પલાળવા માટે તમારે ૧ કપ પાણી પુરતું છે. અને આ જ માપથી જો તમે સાબુદાણા એ પલાળશો તો તમારા સાબુદાણા એકદમ છુટા અને એક સમાન પલળશે. પણ ધ્યાન રાખો કે તમે તેને રાંધો ત્યારે તેમાં પાણી ન હોય. નહીં તો તે ચીકણા થઈ જશે.
નાના સાબુદાણાને ૩૦ મિનિટ સુધી પાણીમાં તેને પલાળી રાખો. આ પાણીમાંથી કાઢીને તમારે ૨ થી ૩ કલાક પછી તેને ઉપયોગમાં લો. એકવાર હાથથી તેને ચેક કરી લો કે પલળ્યા છે કે નહીં.
આ સિવાય તમે સાબુદાણાની ખીચડી કે સાબુદાણાની ચકરી, વેફર અને ચેવડો બનાવી શકો છો. તો આ તમામ વસ્તુઓ બનાવવા માટે તમારે સાબુદાણાને તમારે સરખા પલાળવા પડે છે.