ભાગ્યને ઉજ્જવળ બનાવવા જાણો તમારી ઓફિસમાં કેવા પ્લાન્ટ ઉગાડવા જોઇએ?, વિગતે જાણો

WORLD

વૃક્ષ-શાસ્ત્ર

વૃક્ષશાસ્ત્રમાં આપણે ઘરની અંદર અને ઘરના ગાર્ડનમાં કયાં કયાં છોડ અને ઝાડ ઉગાડવાં જોઇએ તે વિશે હંમેશાં વાત કરીએ છીએ. જો ઘરમાં અને ઘરના આંગણામાં વૃક્ષ કે છોડ સમજણપૂર્વક ન ઉગાડીએ તો તેનો દુષ્પ્રભાવ આપણને ખાસ્સું નુકસાન કરે છે. તેના વિશે વિગતે જાણીએ.

બોનસાઈ : મોટાં મોટાં વૃક્ષોનું નાનું સ્વરૂપ એટલે બોનસાઇ વૃક્ષો. આપણે જાણીએ છીએ વડ, પીપળો, લીમડો, આંબો જેવાં મોટાં મોટાં ઝાડને ઘરના ગાર્ડનમાં ઉગાડવાની સલાહ વૃક્ષશાસ્ત્રમાં આપવામાં આવે છે, કારણ કે તે ઉગાડવાથી ઘર નકારાત્મક શક્તિથી તો દૂર રહે જ છે, સાથે સાથે ઘરની અંદર પોઝિટિવિટી આવે છે. ઘરના સભ્યોને સદ્નસીબ પ્રાપ્ત થાય છે. હવે વર્કપ્લેસ પર આ રીતે મોટાં ઝાડ તો ઉગાડવાં શક્ય નથી પણ તમે તેની નાની આવૃત્તિ તમારા વર્કપ્લેસ પર રાખી જ શકો છો. બોનસાઇ વૃક્ષો વર્કપ્લેસ પર રાખવાથી તે જગ્યા નકારાત્મક ઊર્જાથી દૂર રહેશે, કામ કરવાની મજા આવશે, કામ વિશે નવા નવા વિચારોનો સંચાર થશે, કામના સમયે મન પણ પ્રફુલ્લિત રહેશે. માટે વર્કપ્લેસ પર કોઇપણ બોનસાઇ વૃક્ષ રાખવું. નોકરિયાત વર્ગ તેને પોતાના ડેસ્ક ઉપર રાખે, નોકરિયાતને બોનસાઇ રાખવાથી કોઇ સાથે કાર્યસ્થળે મતભેદ નહીં થાય. તમે કોઇપણ બોનસાઇન વૃક્ષ રાખી શકો છો.

મની પ્લાન્ટઃ મની પ્લાન્ટ્સ ઘર અને કાર્યસ્થળ બંને જગ્યાએ રાખવા ખૂબ શુભ છે. તેનાથી ધનપ્રાપ્તિ તો થાય જ છે સાથે સાથે મની પ્લાન્ટ્સ શુભ લક પણ લાવે છે. તેને કાર્યસ્થળે રાખવાથી તમે કરેલા દરેક કામ સફળ તો થશે જ સાથે સાથે પ્રમોશનની સંભાવના પણ બમણી થઇ જતી હોય છે. મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક રાશિના લોકોએ ચોક્કસ પ્રકારના છોડ જ ઉગાડવાના હોય છે, પણ મની પ્લાન્ટ્સ દરેક રાશિના જાતકો માટે શુભ હોય છે. તેથી મની પ્લાન્ટ દરેક રાશિના જાતક પોતાના કાર્યસ્થળે રાખી શકે છે.

કોટન પ્લાન્ટ : ઘણી વાર એવું બનતું હોય છે કે કાર્યસ્થળ પર આપણે જે માન-સન્માનની આશા રાખતાં હોઇએ તે માન-સન્માન નથી મળતાં હોતાં. કોઇપણ સાથે નાની વાતે પણ મનદુઃખ થઇ જતું હોય છે, તે કારણે ઇમેજ ખરડાઇ જતી હોય છે. ઘણી વાર વાંક ન હોવા છતાં પણ ભોગ બની જવું પડતું હોય છે, તેવું ન થાય તે માટે કોટન પ્લાન્ટ્સ કાર્યસ્થળ પર રાખો, કોટન પ્લાન્ટ્સ રાખવાથી માન સન્માનમાં ઘટાડો નહીં થાય. તમારા સન્માનમાં વધારો થશે.

નેવળી : કાર્યસ્થળ પર, ખાસ કરીને નોકરિયાત વર્ગને ઘણી વાર એવું બનતું હોય છે કે ગમે તેટલું કામ કરે તો પણ તેની કદર નથી થતી, કાર્ય કરવા છતાં તેનું યોગ્ય વળતર નથી આવતું. તમારી આવડત હોવા છતાં તમારાથી વધારે સેલેરીમાં બીજાને રાખવામાં આવતા હોય છે. આ મુશ્કેલીનો સામનો કરતાં લોકોએ પોતાના ડેસ્ક ઉપર નેવળીનો છોડ નાના કુંડામાં ઉગાડીને રાખવો. તે રાખવાથી તમારી સમસ્યાનું સમાધાન આપોઆપ આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *