ભગવાન શિવજીને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસમાં ન કરશો આ ભૂલ, થઈ જશો કંગાળ

DHARMIK

ભગવાન શિવજીને પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ આ વખતે 9 ઓગસ્ટ થી શરૂ થઇ ચુક્યો છે. શ્રાવણ મહિનામાં રોજ સવાર-સાંજ શિવલિંગની પૂજા કરો. જો વિધિવત પૂજા કરી શકો નહીં તો દીવો પ્રગટાવવો જોઇએ. દીવો પ્રગટાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ 108 વાર કરવો. મંત્ર જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો જોઇએ.

આ વખતે મંદિરોમાં ન જતા ઘર પર જ શિવજીની પૂજા અર્ચના કરો. શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસનાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ સમય દરમિયાન, કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.
શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન ખાવા-પીવા માટેની ચીજોની ખૂબ કાળજી લેવામાં આવે છે.

આ મહિનામાં તામસીવૃત્તિ વધારે તેવો ખોરાક ખાવાની વપરાશ ટાળવામાં આવે છે. તમારું ભોજન સાત્વિક હોવું જોઈએ. તેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઇએ. માંસ-મદિરાનો ત્યાગ કરો, અસત્ય ન બોલો, કોઇની નિંદા ન કરો. મહિલાઓને આદર સન્માન આપો.

જેઓ લીલા શાકભાજી ખાય છે તેમણે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. ખરેખર, રીંગણને અશુદ્ધ વનસ્પતિ માનવામાં આવે છે. આથી લોકો દ્વાદશી અને ચતુર્દશી પર રીંગણ ખાતા નથી.

શ્રાવણ માસમાં શિવલિંગને દૂધ સાથે જલાભિષેક કરવાનું ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કારણોસર આ મહિનામાં વધારે પ્રમાણમાં દૂધ પીવાનું ટાળવું જોઈએ. ભાદરવામાં દહીં ખાવાનો નિષેધ છે તો શ્રાવણમાં દૂધ ઓછુ લેવુ જોઇએ.

ભગવાન શિવજીને બિલ્વપત્ર, ભાંગ અને ધતુરો ખુબજ પ્રિય છે પરંતુ પૂજા દરમિયાન કંઇપણ વિશેષ અર્પણ કરવાનું ટાળવું જોઈએ. જો શિવલિંગ પુરુષ તત્વથી સંબંધિત છે આથી શિવલિંગ પર હળદર ન ચડાવવી.

કોઈનું અપમાન ન કરો અને કોઈ પણ પ્રકારના ખરાબ વિચારો મનમાં ન લાવશો. ખાસ કરીને ગુરુ, જીવનસાથી, માતાપિતા, મિત્રો અને ઘરે આવતા અતિથિનું ક્યારેય પણ અપમાન ન કરો. જો કોઈ ગાય અથવા બળદ ઘરના દરવાજા પર આવે છે, તો તેને મારવાને બદલે, તેને ખાવા માટે કંઈક આપો. ભગવાન શિવજીએ નંદી પર સવારી કરી હોવાથી તેમને વૃષભ ખુબજ પ્રિય છે. આથી તેમને ઘાસ ખવડાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *