ભગવાન શંકરની પૂજામાં કેમ હોઈ છે આટલું બધું મહત્વ બીલીપત્રનું, કેમ કહેવાય છે 24 કલાક સજીવન વૃક્ષ ??

DHARMIK

સમગ્ર ભારતમાં હાલ શ્રાવણ માસ ચાલુ છે, ભારતના લોકો આ મહિનામાં ભગવાન શંકરની આરાધના કરતા હોય છે.આ આરાધનામાં દૂધ,પાણી,મધ, શેરડીનો રસ, અને બિલીપત્રનું ખુબજ મહત્વ છે. કહેવાય છે બીલીપત્ર એ ભગવાન શિવનું અભિન્ન અંગ છે એના વગર ભગવાન શિવની પૂજા અધૂરી છે તો આજે આપણે બીલીપત્ર નું મહત્વ જાણીએ

શ્રાવણ મહિનો એટલે હિન્દુ પંચાગનો સોથુ વધુ પવિત્ર મહિનો. દેવાધીદેવ મહાદેવને ભજવા માટેનો સર્વોત્તમ મહિનો. ખાસ કરીને શ્રાવણ માસમાં શિવ પાર્થિવ લિંગ પુજનનું વિશેષ મહત્વ છે. શિવ પુરાણમાં પણ ઉલ્લેખ કરેલો છે કે કલિયુગમાં માટીમાંથી બનેલા લિંગ પૂજન નું મહત્વ અનેરૂ છે. સોમવારે આશ્લેષા નક્ષત્રમાં શિવજીની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રોષ્ઠ અવસર શ્રાવણ માસનો પ્રારંભ થશે. સોમવારે ઉપરાંત શ્રાવણ મહિનામાં બિલાના વૃક્ષના પાંદડા એટલે કે બીલીપત્રનું દેવાધિદેવ મહાદેવના પૂજનમાં અદકેરું મહત્વ છે. શ્રાાવણના પ્રારંભે શહેરમાં બીલીના પાનની માંગ પણ વધી ગઈ છે.

દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરતાં બીલીપત્રોનું દાતા આ વૃક્ષ માનવ શરીરની ક્ષેમકુશળતા જાળવવા માટે વરદાનરૂપ ઔષધોનો પણ સ્ત્ર્રોત છે. એટલે ધાર્મિકની સાથે આ વૃક્ષના ફ્ળ, પાંદડા, ફૂલ, મૂળ ઔષધ તરીકે બહુવિધ ઉપયોગીતા ધરાવે છે. એકંદરે લાંબુ આયુષ્ય અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ ટકી રહેવાની તાકાત ધરાવતા બીલીના વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. આ વૃક્ષ દિવસે અને રાત્રે પણ પ્રાણવાયું આપે છે.

બીલીનું વૃક્ષ ઇમારતી લાકડું આપતું નથી એટલે વન વિભાગમાં તેની ગણના ઈતર વૃક્ષોમાં થાય છે. ભારતમાં અને ગુજરાતમાં આ વૃક્ષ ખેતરો, ડુંગરો, જંગલો, શિવ મંદિરો, આશ્રામો અને લોકોના ઘરના વાડા, કોતર વિસ્તાર, સર્વત્ર જોવા મળે છે. શિવ પૂજનમાં તેના પાનની સાથે ફ્ળનું પણ મહત્વ છે. તેના ફ્ળ કોઠા જેવા ગોળ અને નાના લીંબુ થી લઈને મોટા નારિયેળના કદના હોય છે. કાચા બિલાને સૂકવીને કાઢવામાં આવેલો ગર્ભ બેલકાચરી દવામાં વપરાય છે. પાકા બિલાનું સ્વાદિષ્ટ શરબત ઉનાળામાં શરીરને ટાઢક આપે છે. બિલિપત્રનું વેચાણ આવક આપે છે. બિલ્વાદી કવાથ, દશમૂલ કવાથ સહિતની આયુર્વેદિક દવાઓ બનાવવામાં બીલીનો ઉપયોગ થાય છે. આમ, દેવને પ્રિય આ વૃક્ષ આરોગ્યના કલ્પવૃક્ષ સમાન છે.

શ્રાવણ મહિનામાં બીલીનો મહિમા કેમ?

મહા શિવરાત્રી ની પવિત્ર રાત્રિએ બિલી વૃક્ષ પર બેસેલા શિકારીએ સાવ અજાણતાં જ બિલી પત્ર નો શિવજી પર અભિષેક કર્યો અને તે મોક્ષને પામ્યો. તે દિવસથી જ શિવજીને પ્રસન્ન કરવા બીલીના પાનનુ મહાત્મ્ય ગવાતું શરૂ થયું છે. બિલી વૃક્ષના ત્રીદલ પર્ણ જાણે કે શિવજીના શિરે લીલા મુગટ નો આભાસ કરાવે તેવા હોય છે. ગુજરાતીમાં બિલી કે બીલાના નામે ઓળખાતી આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ aegle marmelos – ઇગલ મારમેલોઝ છે. તે હિન્દીમાં બેલવૃક્ષ અને સંસ્કૃતમાં બિલ્વ ફ્ળ કહેવાય છે.

શ્રાવણ માસ એટલે શિવ કૃપા પ્રાપ્ત કરવાનો અનેરો અવસર

શિવ એ જ જીવ છે અને જીવ એજ શિવ છે, જીવનમાં પડતી મુશ્કેલીઓમાં શિવ રક્ષા કરતા દેવ છે. જીવનની આધી, વ્યાધિ, ઉપાધિ, ગ્રહપીડામાંથી શિવજ રક્ષા કરે છે. માટે શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. આપણા શાસ્ત્ર્રમાં શ્રાવણ માસનું અનેરૂ મહત્વ છે. પરમ શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસનું અનેરૂ મહત્વ છે. આમ તો શિવ કૃપા પ્રત્યેક માસમાં મહત્વ ની છે પરંતુ શ્રાાવણ માસ માં શિવ પુજન નું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસનો પ્રારંભ સોમવારને આશ્લેષા નક્ષત્ર 9.49 સુધી છે.

આશ્લેષા ના દેવ સર્પ છે આશ્લેષા નક્ષત્રમાં કરેલી શિવ પૂજા અભિષેકએ ગ્રહોના અશુભ ફ્ળમાંથી રાહત પ્રાપ્ત કરાવે છે. શ્રાાવણ માસમાં પાંચ સોમવારનો અનેરો સંયોગ છે. શ્રાવણ માસમાં ખાસ કરીને શિવવપુજન અભિષેકનું મહત્વ અતિ વિશેષ છે. દૂધ, દહી, ધી, મધ ,સાકર, બીલીના પાના, શેરડીના રસથી શિવ અભિષેક વિદ્વાન બ્રહ્મણ પાસે કરાવવો લાભ કારી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *