ભગવાન ગણેશને ભૂલથી પણ ન ચઢાવો આ ફૂલો, જાણો કયા ફૂલો ચઢાવવાથી પ્રસન્ન થશે બાપ્પા

DHARMIK

ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ ઉત્સવ 2021ની શરૂઆત થઇ ગઈ છે. ઠેર-ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને તેમની પૂજા કરવામાં આવી રહી છે. ગણેશજી આપણા બધા જ વિઘ્નો દૂર કરીને સુખ-સમૃદ્ધિ આપે છે. ગણેશ ઉત્સવ દરમ્યાન બાપ્પાને પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, જેથી તેમની કૃપા આપણા પર બની રહે. ગણેશજીને રોજ જુદા-જુદા ભોગ ધરાવવામાં આવી રહયા છે, ત્યારે આજે તમને જણાવીએ કે ગણેશજીને કયા ફૂલો પસંદ છે અને કયા ફૂલો પસંદ નથી આવતા.

ગણેશજીને ન ચઢાવો આ ફૂલો –

પૌરાણિક માન્યતાઓ અનુસાર, ગણેશજીના પિતા શંકર ભગવાનને સફેદ કેતકીનું ફૂલ અપ્રિય છે. આ જ કારણ છે કે બાપ્પાને પણ કેતકીનું ફૂલ ન ચઢાવવું જોઈએ.

આ સિવાય ગણેશજીની પૂજામાં તુલસીના પાન પણ નથી વપરાતા. એક પુરાણમાં ઉલ્લેખ છે ‘ન તુલસ્યા ગણાધિપમ્’ એટલે કે ગણેશજીને તુલસી અર્પણ ન કરવા જોઈએ.

આ સિવાય ગણેશજીની પૂજામાં ક્યારેય પણ સૂકાં કે વાસી ફૂલો ન વાપરવા જોઈએ. ગણેશજીની પૂજામાં સૂકાં ફૂલો ચઢાવવા અશુભ માનવામાં આવે છે, આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે.

ભગવાનને પસંદ છે આ ફૂલો –

કોઈ પણ ભગવાનને તેમના પ્રિય ફૂલો ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. આમાંથી ગણેશજી પણ બાકાત નથી. ગણેશ ભગવાનને લાલ અને પીળા રંગના ફૂલો ખૂબ જ પસંદ છે. એટલે એમની પૂજામાં લાલ જાસૂદના ફૂલો ચઢાવવાથી ગણેશજી તરત જ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે.

ગણેશજીને પીળા રંગના ફૂલો વિશેષ પસંદ છે એટલે તેમને ગલગોટાના ફૂલો ચઢાવવા જોઈએ, એનાથી બાપ્પા આપણા બધા જ કષ્ટો દૂર કરે છે અને ઘરમાં સુખ અને સૌભાગ્ય આવે છે.

સાથ જ જો તમે ગણેશજીની પૂજા દરમ્યાન લાલ-પીળા રંગના કપડાં પહેરો તો પણ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિની મનોકામના જલ્દી પૂરી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *