ભાભીએ અમિતને કહ્યું,રોજ તો તું લાઈન મારે છે,ચાલ આજે ટ્રાય કરી જો મને ખુશ કરવાનો કહીને બેડરૂમમાં બેવ એકબીજાના

nation

અમિતને સરકારી નોકરી મળતા તેના ઘરવાળાઓની ખુશી ક્યાંય સમાતી નહોતી. તેના માતા-પિતાને તો અમિતના લગ્ન કર્યા જેટલો આનંદ થયો હતો પરંતુ અમિત… એમ.એ.માં ફર્સ્ટ ક્લાસ મેળવવા માટે તેણે દિવસ-રાત એક કરીને મહેનત કરી હતી. બધા જ મિત્રો કરતા વધુ ટકા પણ તેને જ મળ્યા હતા. એમ.એ.ના રિઝલ્ટને દિવસે તે ખૂબ ખુશ હતો. પરંતુ તે પછીના નોકરી શોધવાના દિવસોએ તેને ભણતરનું મૂલ્ય સમજાઇ ગયું હતું. પાંચ વર્ષ સતત રઝળપાટ કર્યા બાદ આજે તેને સરકારી ઓફિસમાં ચીલાચાલુ ક્લાર્કની નોકરી મળી હતી. અને તેનો તેને લેશમાત્ર પણ આનંદ નહોતો. છતાં કુટુંબીજનોની ખુશી માટે તે બજારમાં મીઠાઇ લેવા ઉપડયો.

પોતાના વિચારોમાં આગળ વધતો અમિત અચાનક એક મહિલા સાથે ભટકાયો. તે સ્ત્રીને ધક્કો લાગતા ભવા ચડી ગયા અને તેની સાથે ચાલતો તેનો પતિ એકદમ અમિત ઉપર ચડી બેસવા આવ્યો ત્યાં જ તેની અને અમિતની નજર મળી અને તે અચાનક અટકી ગયો, અરે, અમિત તું? હમણાં તું મારા હાથનો માર ખાત, કેમ ભાઇ, લગ્ન નથી કર્યા કે શું? બીજાની બૈરીને ધક્કા મારે છે.” એમ કહીને તેણે પ્રિયા સાથે મારો પરિચય કરાવ્યો.

”આ મારો મિત્ર અમિત છે. દસમા ધોરણ સુધી અમે ેક જ વર્ગમાં ભણતા હતા તથા અમારા શિક્ષકોનો માર ખાતા હતા. હું તો ઘરની ખરાબ સ્થિતિને લીધે મેટ્રીક બાદ જ્યાં ત્યાં નાની-મોટી નોકરી કરતો હતો. પરંતુ આ મહાશય એમ.એ. થઇને પણ હજી સુધી બેકાર છે.”

અમિતે ભાભીને હાથ જોડીને કહ્યું કે, ”મારી નોકરીનું આજે જ નક્કી થઇ ગયું છે. તમે પણ મારા ઘરે ચાલો બધા સાથે જમીશું.”

તેની વાત સાંભળીને સુનીલ- પ્રિયા ખુશ થઇ ગયા. અને પછી તો બંને બે દિવસ અમિતના જ મહેમાન બન્યા.

આ બે દિવસમાં અમિત અને સુનીલે મન ખોલીને ઘણી વાતો કરી. વાતવાતમાં અમિતે સુનીલને પૂછ્યું, ”સુનીલ તે લગ્ન ક્યારે કર્યા? અરે, લગ્નમાં તો તારે મને બોલાવવો હતો?”

સુનીલે તેની વાત કરતાં કહ્યું કે, ”મારા લગ્ન એક મોટો સંયોગ છે. જેમ છેલ્લા પાંચ વર્ષથી તું નોકરી ગોતતો હતો તે રીતે હું પણ નિત-નવા ધંધા કરતો હતો. પરંતુ બે પૈસાની બચત ક્યારેય કરી શકતો નહિ. ગયા વર્ષે અમારે ત્યાંના એક શ્રીમંત વ્યક્તિનું ત્રાસવાદીઓએ અપહરણ કર્યું. તે વ્યક્તિને જે સ્થળે રાખવામાં આવ્યો હતો તેની સામેની બાજુ મને એક કોન્ટ્રેક્ટનું કામ મળ્યું હતું. મને જ્યારે ખબર પડી કે તે વૃધ્ધ વ્યક્તિ ત્યાં જ છે તો મેં યોજના બનાવીને તેમને ઉગારી લીધા. અને બસ, એ શ્રીમંત વ્યક્તિએ પોતાની સુંદર પુત્રીના લગ્ન મારી સાથે કરી આપ્યા અને મારો નોકરી તથા છોકરીનો પ્રશ્ન ઉકલી ગયો.”

”કેમ સાસરાએ કોઇ ઉચ્ચ પદની નોકરી અપાવી દીધી?”

”અરે, નોકરીમાં શું મળે? સાસરાએ તેની એક હોટલ મને દહેજમાં આપી. પહાડી ક્ષેત્રમાં આવેલી તેહોટેલ ટુરીસ્ટોમાં ખૂબ લોકપ્રિય થઇ ગઇ છે.” સુનીલે વાત પૂરી કરતા જણાવ્યું.

સુનીલે જણાવ્યું હતું કે તે અને તેની પત્ની એકમેકથી શારીરિક તથા માનસિક રીતે સંતુષ્ટ છે. બંને વચ્ચે ગજબની સમજદારી છે. અને તે વાતનો તેને ગર્વ છે. હોટલના વ્યવસાયમાં પૈસા અને ખ્યાતિ તો પ્રાપ્ત થાય જ છે પરંતુ તે સાથે તેમાં જીવનું જોખમ પણ છે. ડગલે ને પગલે સાહસ અને જાગરૂકતા હોવી જોઇએ. સરકાર, પોલીસ તથા સામાન્ય લોકોની હોટલવાળા સાથે સારપ હોવી જોઇએ. કારણ કે હોટલમાં જાતજાતના ગ્રાહક આવે છે.

એક વખત એવું તયું કે તેની હોટલમાં એક નવ-વિવાહિત દંપતિ આવ્યું. તેમણે પોતાના નામ આકાશ અને ટીના લખાવ્યા હતા. બંનેએ વડોદરાનું એડ્રેસ લખાવ્યું હતું. બંનેએ પંદર દિવસ માટે હોટલનો સૌથી મોટો બેડરૂમ બુક કરાવ્યો.

સવારના આઠ-નવ વાગે તેઓ હોટલની બહાર નીકળી જતા તે આસપાસના જોવાલાયક સ્થળની મુલાકાત લઇને તેઓ રાત્રે સાત વાગે આવતા ત્યારબાદ બંને જણ ડાઇનીંગરૂમમાં જઇને જમતા અને ફરી પાછા પગ છૂટો કરવા હોટલના ગાર્ડનમાં આંટા મારતા.

રાત્રે સાડાનવ વાગે બંને બેડરૂમમાં જતાં તે સવાર સુધી તેમના રૂમના દરવાજા બંધ થઇ જતા.

પતિ આકાશ થોડો દુબળો પાતળો તથા સામાન્ય દેખાવ ધરાવતો હતો. જ્યારે ટીના તો સ્વર્ગની અપ્સરાને પણ પાછળ મૂકી દે તેવી સુંદર હતી. તે જ્યારે સાડી- બ્લાઉસ પહેરીને લટકતી ચાલે ચાલતી ત્યારે ભલભલા સાધુના તપને પણ ભંગ કરતી. તેને હંમેશા પોતાની સામે જોતા લોકોની આંખમાં આંખ નાંખીને હસવાની આદત હતી. જો કે આકાશે તેને આમ કરતા ટોકી હતી પરંતુ તે કહેતી કે હું ફક્ત હસું છું. કંઇ ચેનચાળા તો નથી કરતી પછી તમે શા માટે ગુસ્સે થાવ છો?

આકાશ તેની સાથે જીભાજોડી કરવાનું છોડીને આજુબાજુ જોતો ચાલવા લાગતો. તેમના હોટલ પ્રવેશથી હોટલમાં પણ એક પ્રકારની ગરમી આવી હતી. મેનેજરથી માંડીને વેઇટર સુધીના બધા જ નોકરો સતત તેની સેવામાં જ હાજર રહેવા હુંસાતુંસી કરતા. અરે, હોટલ ઉપર આવીને સૌથી પહેલા હું પણ તેને જ જોતો અને આ બધી વાતોથી વાકેફ ટીના બધાને જોઇને પોતાના પતિ સાથે વધુ રોમેન્ટીકલી વાતો કરતી. તેમના બેડરૂમમાંથી પણ રાતે હસવા તથા મજાક-મસ્તીના અવાજો આવતા.

એક વખત છેલ્લા બે દિવસથી સુનીલની તબિયત સારી ન હોવાથી તે ઘરે રહેતો હતો. ત્યાં અચાનક હોટલમાંથી મેનેજરનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો. આકાશ-ટીના છેલ્લા બે દિવસથી રૂમની બહાર નીકળ્યા નથી અને રૂમ અંદરથી પણ બંધ છે.

મેનેજરની વાત સાંભળીને સુનીલનું હૃદય થડકી ગયું અને તે તરત જ હોટલમાં પહોંચ્યો. ત્યાં મેનેજરે પોલીસને બોલાવી હતી અને પોલીસની મદદથી તે બંધ રૂમને ડુપ્લીકેટ ચાવીથી ખોલવા જતો હતો. પોલીસ સ.ઇ. પાટિલે ડુપ્લીકેટ ચાવીથી રૂમ ખોલતા અંદરનું દ્રશ્ય જોઇને તથા માથુ ફાડી નાંખે તેવી વાસથી ત્યાં હાજર રહેલા સૌના મોઢામાંથી ચિત્કાર નીકળી ગયો.

રૂમની અંદર આકાશ અને ટીનાના નિર્જિવ દેહ ખજૂહારોના શિલ્પના પોઝમાં નિર્વસ્ત્ર પલંગ ઉપર પડયા હતા. તેમણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી અને રૂમમાં એક બેગ બંનેના થોડા કપડા તથા ઇમીટેશન ઘરેણા હતા.

બંનેની લાશ પાસે એક ચિઠ્ઠી હતી. જેના ઉપર તેમના સાચા- નામ સરનામા હતા. તથા લખ્યું હતું કે, ‘અમે બંને કુંવારા છીએ, કૌટુંબિક શત્રુતાને લીધે અમારા લગ્ન ક્યારેય થવાના નહોતા. જે પૈસા ઘરેથી ચોરીને લાવ્યા હતા તે પૂરા થઇ ગયા છે. અમે પતિપત્ની હોવાનું નાટક કરતા હતા તથા મન ભરીને એકમેકને પ્રેમ કરીને હવે પ્રેમને અમર રાખવા અમે આ જગત છોડીએ છીએ.”

પોલીસે આખા કિસ્સાની તપાસ કરતા તેમણે ચિઠ્ઠીમાં લખેલી વાત અક્ષરશ: સાચી નીકળી. સુનીલે તેના માતા-પિતા તથા સસરાની વાતને ધ્યાનમાં રાખીને હોટલ શુધ્ધિ માટે એક હવન કરાવ્યો. તથા આ કિસ્સાતી બગડેલી હોટલની પ્રસિધ્ધિ સરભર કરવા માટે હોટલમાં સગવડ વધારી તથા ભાવ ઓછા કરી દીધા.

પરંતુ એક રાત્રે આકાશ-ટીના એક સાથે સુનીલ અને પ્રિયાના સ્વપ્નામાં આવ્યા તથા કહ્યું કે ‘હવનથી અમારી મુક્તિ ન કરો. અમે પહેલાની જેમ આનંદથી જ જીવીએ છીએ. ફક્ત અમારા માટે હોટલનો અમારો તેર નંબરનો રૂમ કાયમ માટે ખાલી રાખો. તેના બદલામાં અમે તમારી હોટલની રક્ષા કરીશું. વિશ્વાસ કરવા માટે તમે આવતા અઠવાડિયાની આવક-જાવક તપાસી લેજો.

આ પ્રમાણે આ દંપતિને ચાર વખત આવા સ્વપ્ના આવ્યા હતા અને આ સમય દરમિયાન તેમનો હોટલનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. ભાવ વધાર્યા બાદ તેની લોકપ્રિયતા વધતી ગઇ. હોટલમાં કોઇ ચોરી કે નુકસાની ક્યારેય થઇ નથી તથા કોઇ અસામાજિક તત્ત્વની હેરાનગતિ પણ થતી નથી.

સુનીલે કહ્યું કે, આજે પણ અડધી રાત્રે આકાશ-ટીનાના રૂમમાંથી રોમેન્ટીક અવાજો આવે છે પરંતુ તે ફક્ત સુનીલ- પ્રિયાને જ સંભળાય છે. સુનીલ-પ્રિયા દરરોજ રાત્રે તેર નંબરની રૂમની બહાર દીવો પ્રગટાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *