Bed Sheetને આટલા દિવસમાં કરો ચેન્જ, નહીં તો થશો બીમાર

nation

આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે સૂવા માટે આપણા પલંગ પર બેડશીટનો ઉપયોગ ન કરે, પરંતુ આપણે તેને કેટલા દિવસ બદલીએ છીએ તે પણ ઘણું મહત્ત્વનું છે. કારણ કે જો આપણે લાંબા સમય સુધી એક જ બેડશીટનો ઉપયોગ કરીએ છીએ, તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભલે બેડશીટ ઉપરથી સાફ અને સુંદર દેખાતી હોય, પરંતુ થોડા જ દિવસોમાં આપણા શરીરની તમામ ધૂળ, બેક્ટેરિયા, શરીર અને માથાનું તેલ અને મૃતકોષો તેના પર જમા થઈ જાય છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી કરવા સિવાય બીજી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. ઘણા સંશોધનો વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યા છે જેનાથી આ સાબિત થયું છે.

બેડશીટ ન બદલવાની આદત કરી શકે છે બીમાર

હાલમાં બીમારીની સીઝન ચાલી રહી છે. આ સમયે અનેક લોકો દર બીજા દિવસે બેડશીટ બદલે છે તો અનેક લોકો મહિનાઓ સુધી એક જ બેડશીટ ઉપયોગમાં લેતા રહે છે. આ ખોટું છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને મોટું નુકસાન થતું રહે છે. જો તમે યોગ્ય સમયે બેડશીટ બદલવાની આદત રાખો છો તો બીમારીઓ તમારાથી દૂર રહેશે.

જાણો કેટલા દિવસમાં બદલી દેવી જોઈએ બેડશીટ

જાણકારોનું માનવું છે કે અમારી બેડશીટ પર અનેક પ્રકારના બેક્ટેરિયા એક અઠવાડિયાથી એટલે કે સાત દિવસમાં જમા થવા લાગે છે. આ માટે આપણે અઠવાડિયે પોતાની બેડશીટ બદલી લેવી જોઈએ. કોઈ કારણે આપણે એવું કરી શકતા નથી તો પંદર દિવસે એકવાર તો તેને બદલી દેવી જરૂરી છે. આ સમયથી વધારે સમય સુધી એક જ બેડશીટ વાપરવાના કારણે પણ તમે બીમાર રહી શકો છો.

સમયસર બેડશીટ ન બદલવાથી થાય છે આ તકલીફો

જો તમે લગભગ પંદર દિવસે પણ બેડશીટ બદલતા નથી તો હેલ્થની સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડે છે. તેનાથી ખાસ કરીને નિમોનિયા અને ગોરોનિયાના સિવાય શરદી, ફ્લૂ, અસ્થમા કે શ્વાસ સાથે જોડાયેલી અનેક તકલીફોની સાથે એલર્જી, ખીલ, એક્ઝિમા પણ થવાનો ખતરો વધે છે. સમયસર પથારીની ચાદર એટલે કે બેડશીટ ન બદલવાથી ઊંઘ સંબંધી તકલીફો પણ થઈ શકે છે. જો સમયસર બેડશીટ બદલી લેવામાં આવે તો રોગપ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી નબળી પડી શકે છે અને અનેક રોગોને આમંત્રણ મળે છે. આપણે ભૂલવું નહીં કે કોરોનામાં ઈમ્યુનિટીને યોગ્ય રાખવી ખૂબ જ જરૂરી છે. આ સમયે તમે યોગ્ય સમયે આ નાનું કામ કરી લો તે હિતાવહ છે.

શું કહે છે રિસર્ચ

એક્સપર્ટનું માનવું છે કે ધૂળ અને બેક્ટેરિયા સિવાય શરીરથી રોજ હજારોની સંખ્યામાં નીકળતા ડેડ સેલ્સ પણ બેડશીટ પર જમા થાય છે. તેમાં હાનિકારક બેક્ટેરિયા પણ શરીરને અસર કરે છે. તે ઈમ્યુન સિસ્ટમને નબળી કરીને બીમાર કરી શકે છે. રિસર્ચમાં કહેવાયું છે કે એક મહિના સુધી વપરાતી બેડશીટમાં મોટા પ્રમાણમાં બેક્ટોરોયડ્સ જમા હતા. જે નિમોનિયા, ગોનોરિયા કે પછી એપેન્ડિસાઈટિસનું કારણ બની શકે છે. આ સિવાય બેડશીટ પર ગળામાં સંક્રમણ જન્માવનારા ફ્યૂસોબેક્ટેરિયા પણ મળ્યા. તેનાથી લેમિયરે સિન્ડ્રોમ અને અન્ય બીમારી પણ થાય છે. આ માટે તમામ રોગ અને હેલ્થ સંબંધી અન્ય મુશ્કેલીઓથી દૂર રહેવા માટે દર અઠવાડિયે બેડશીટ બદલો તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.