નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટાભાગે જોડિયા બાળકો પર લોકો આકર્ષિત થતાં હોય છે. ખાસ કરીને આઈડેન્ટિકલ ટ્વિન્સ જોઈને તમામ લોકોને નવાઈ લાગે છે. આઈડેન્ટિકલ ટ્વિન્સ એક જેવા લાગે છે, આટલું જ નહીં તેમની આદતો પણ એક જ જેવી હોય છે. અમેરિકામાં રહેતી બ્રિટની તથા બ્રાયના પણ આઈડેન્ટિકલ ટ્વિન છે. તેમણે નાનપણથી લઈ જવાની સુધી સાથે જ રહ્યાં છે અને દરેક કામ સાથે કર્યાં છે. બંને એક જેવા કપડાંમાં જ જોવા મળતી. જોકે, આ બંનેએ જ્યારે આઈડેન્ટિકલ ટ્વિન્સ ભાઈઓ સાથે લગ્ન કર્યા ત્યારે તેઓ ચર્ચામાં આવી હતી. હાલમાં જ બંને બહેનોએ લગભગ એક જ સમયે બાળકને જન્મ આપ્યો છે.
2017માં મુલાકાત થઈ હતી.બ્રિટની તથા બ્રાયનાની મુલાકાત જૌશ તથા જેરેમી સાલેયર નામના ભાઈઓ સાથે 2017માં થઈ હતી. જોડિયા બહેનોએ આ ભાઈઓ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેએ એકબીજાને છ મહિના ડેટિંગ કર્યું હતું. લગ્ન બાદ ચારેય સાથે રહેવા લાગ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં બહેનોઓએ ખુલાસો કર્યો હતો કે અનેક વાર તેમને પતિ અંગે કન્ફ્યૂઝન થઈ જાય છે. ઘણીવાર તે એકબીજાના બેડરૂમમાં જતા રહે છે. બેડરૂમમાં ગયા બાદ પણ તેમને ખ્યાલ આવતો નથી કે આ તેમનો પતિ નથી. જોકે, સ્પેસિફિક માર્ક્સને કારણે તે પતિઓને ઓળખી લે છે. જોડિયા હોવાને કારણે તેમને આ મુશ્કેલી પડે છે.
સાથે જ ફેમિલી પ્લાનિંગ કર્યું.ઉલ્લેખનીય છે કે બ્રિટની તથા બ્રાયના નાનપણથી દરેક કામ સાથે કરતાં આવ્યા છે. બંનેએ સાથે જ સ્કૂલિંગ પૂરું કર્યું. આ ઉપરાંત ગ્રેજયુએશન પણ સાથે જ કર્યું. ત્યાં સુધી કે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ સાથે બનાવ્યું હતું. બંને વચ્ચે ખાસ બોન્ડિંગ છે અને પછી ફેમિલી પ્લાનિંગ પણ સાથે કર્યું હતું. બંનેના ત્યાં દીકરાનો જન્મ થયો હતો.
હવે ચારેય સાથે રહે છે.બ્રિટની તથા બ્રાયના પતિ સાથે એક જ ઘરમાં રહ્યાં છે. માતા બન્યા બાદ બંને સાથે જ બાળકોની દેખરેખ રાખે છે. આ ચારેયને સાથે રહેવું બહુ જ ગમે છે. જોકે, બંને બહેનો પોતાના પતિને કેવી રીતે ઓળખી જાય છે, તે સવાલ તેમની તસવીરો જોઈને ઘણાં લોકોને થઈ રહ્યો છે.
આવુજ એક બીજી બહેનો,ઓસ્ટ્રલિયાની રહેવાવાળી એના અને લુસી ડીસીન્ક બંને જોડિયા બહેનો છે. પરંતુ તેમને પોતાના જીવનનો મંત્ર બે જીસ્મ એક જાણ બનાવ્યો છે. કારણ કે તે દરેક વસ્તુઓ એક સાથે જ કરવાનું પસંદ કરે છે. એટલું જ નહીં તેમનો બોયફ્રેન્ડ પણ એક જ છે. આ બંને બહેનો થોડા સમય પહેલા ટીએલસી એક્સ્ટ્રીમ સિસ્ટર્સનામના શોમાં નજર આવી હતી. આ બંને બહેનો વિશે દાવો કરવામાં આવ્યી રહ્યો છે કે આ દુનિયાની સૌથી નજીકની જોડિયા બહેનો છે કે કારણ કે તે દરેક વસ્તુઓ સાથે જ કરે છે. એટલું જ નહીં તે પ્રેગ્નેટ પણ સાથે જ થવા માંગે છે.
લુસી અને એના એક જ સાથે ખાય છે, એક જેવા જ ડ્રેસ પહેરે ચેહ, સાથે જ વર્કઆઉટ કરે છે, એ બંને સાથે નાહવા પણ જાય છે અને સાથે જ વોશરૂમ પણ જાય છે. તે બંને એક જ બેડ ઉપર સુઈ પણ જાય છે જેના કારણે આ બંને બહેનો વચ્ચે અંતર કરવું ખુબ જ મુશ્કેલ છે. એના અને લૂસીનો બોયફ્રેન્ડ પણ એક છે. 40 વર્ષનો બેન એના અને લુસી સાથે જ સુઈ જાય છે. બંને એ પણ કહી ચુકી છે કે તે એક સાથે જ બેનના બેબી સાથે ગર્ભવતી બનવા માંગે છે. જો કે ઓસ્ટ્રેલિયાના એક કાનૂન તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
લૂસી અને એનાની મુલાકાત બેન સાથે વર્ષ 2012માં થઇ હતી. બેન વ્યવસાયે એક મેકેનિક છે. બંને બહેનોને બેનને જોતા જ પ્રેમ થઇ ગયો હતો. આ બંને બેન સાથે લગ્ન પણ કરવા ઈચ્છે છે પરંતુ ઓસ્ટ્રેલિયાઈ કાનૂન પ્રમાણે એવું નથી થઇ રહ્યું.ઓસ્ટ્રેલિયા મેરેજ એક્ટ 1961 પ્રમાણે એક જ વ્યક્તિ બે લગ્ન નથી કરી શકતો. રિયાલિટી શોમાં આ વિશે વાત કરતા બંને બહેનો ખુબ જ ભાવુક પણ થઇ ગઈ હતી, કારણ કે તે ઘણા સમયથી લગ્ન કરવાની તૈયારીઓ કરી રહી છે.
ઓસ્ટ્રેલિયાના ટીવી હોસ્ટ ડેવ હ્યુજ સાથે વાતચીતમાં બંને બહેનોએ કહ્યું હતું કે અમે બંને જોડિયા છીએ. અમે પાર્ટનર બેન સાથે લગ્ન કરવા માંગીએ છીએ પરંતુ ઓસ્ટ્રેલિયાનું કાનૂન કહે છે કે આ ગેર કાનૂની છે. અમે એક અજીબો ગરીબ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. લુસીએ આ વિષે વાત કરતા જણાવ્યું હતું કે એક જ બોયફ્રેન્ડ સાથે હોવાનો મતલબ છે કે અમે હંમેશા એક સાથે રહી શકીએ છીએ અને અમારા સંબંધમાં કોઈ પણ પ્રકારની ઈર્ષા નથી. તેમને કહ્યું કે બેન એ વાતનો ખ્યાલ રાખે છે કે અમે બંને ખુશ રહીએ.
આવીજ એક બીજી,જોડિયા ભાઈ બહેનો વચ્ચે એક જુદા જ પ્રકારનું વિશેષ કનેક્શન હોય છે. તેઓ બીજા સામાન્ય ભાઈ બહેનોથી જોડી કરતા અલગ હોય છે. અને ઘણી વખત એમની વચ્ચેનું કનેક્શન એટલુ વધુ મજબુત અને અદ્દભુત થઇ જાય છે કે, તેમનું જીવન કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગવા લાગે છે. આજે અમે તમને એવી જ એક જોડી અને એમના કારસ્તાન વિષે જણાવીશું.
અમે જે જોડિયા બહેનોની વાત કરી રહ્યા છીએ તે છે એમના નામ Jalynne April Crawford અને Janelle Ann Leopoldo છે. એમના લગ્ન થઈ ગયા છે.મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બંને જોડિયા બહેનોએ એક સાથે એક જ હોસ્પિટલમાં, અને એક જ દિવસે બાળકને જન્મ આપ્યો છે. અને હદ તો ત્યારે થઇ ગઈ કે બંને જ બહેનોની ડીલીવરી સી-સેક્સન દ્વારા થઈ અને બંને બહેનોએ દીકરીને જન્મ આપ્યો. હવે એનાથી મજબુત અને ચમત્કારી કનેક્શન તમને ક્યાં જોવા મળશે.
જણાવી દઈએ કે આ બન્ને બહેનોનું કહેવું છે કે, અમે હંમેશથી એક સાથે જ બાળકને જન્મ આપવાનું વિચાર્યુ હતું. પરંતુ અમને ખબર ન હતી કે અમારું એ સપનું એક સાથે એક દિવસે પૂરું થઇ જશે. ખરેખરમાં આ કોઈ ચમત્કારથી ઓછું નથી. અને અમે ઘણા જ ખુશ છીએ. સૌથી પહેલા Jalynne ને પોતે ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. તેના બરોબર ચાર દિવસ પછી તેને પોતાની બહેન Janelle નો મેસેજ આવ્યો કે તે પણ ગર્ભવતી છે. અને આ સમાચાર સાંભળતા જ બન્ને બહેનોના આનંદનો પાર ન રહ્યો. બંને બહેનોએ આ વાત માટે ભગવાનનો આભાર માન્યો.