બનાસકાંઠા: લગ્નની મહેંદી રચેલી પ્રેમિકાની હત્યા, પ્રેમીનો આપઘાતનો પ્રયાસ

GUJARAT

વાવના પ્રતાપપુરાની સીમમાં મંગળવારની રાત્રે પ્રેમીએ પ્રેમિકાના ગળે કૂહાડીના 3 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી જાતે ગળાના ભાગે કૂહાડી ઘસી આત્મહત્યાની કોશિશ કરતાં પોલીસે યુવકને સારવાર અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધ્યો છે.

પ્રતાપપુરા ગામની સીમમાં યુવક-યુવતી લોહીલુહાણ હાલતમાં પડયા હોવાની જાણ વાવ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતીના ગળાના ભાગે કૂહાડી વડે ત્રણ ઘા ઝીકેલા હોવાથી મૃત્યુ પામી હતી. યુવકને સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો.

મૂળ રાજસ્થાનના લાસુબેન (23) (મૃતક)ના પિતા કાંનાભાઈ માજીરાણા ખીમાણાવાસ ગામે ભાગીયા તરીકે કામ કરતા હતા.લાસુબેન મંગળવારની સાંજથી ગુમ હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવક લુભેશ હરજી માજીરાણા પ્રતાપપુરા ગામે ભાગીયા તરીકે કામ કરતો હતો. બન્ને પ્રેમી પંખીડા હોવાનુ બહાર આવ્યું હતું.
હત્યારાની હાલત ગંભીર

પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ જાતે ગળાના ભાગે કૂહાડીના ઘા મારી આત્મહત્યા કરવાની કોશિશ કરતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયો હતો.જોકે ફરજ પરના તબીબે યુવકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડયો હતો. હત્યારા પ્રેમીના તા.1લી મે, મૃતક પ્રેમિકાના 10 દિવસ બાદ અન્યત્ર લગ્ન લેવાના હતાં

પ્રેમિકાની હત્યા કરી આત્મહત્યાની કોશિશ કરનાર પ્રેમીના આગામી 1 મેના રોજ લગ્ન થવાના હતા. તેના પરિવાર દ્વારા લગ્નની ખરીદી કરી હતી.તેમજ મરણ જનાર યુવતીના 10 દિવસ બાદ અન્યત્ર લગ્ન લેવાના હતા.આમ બન્નેના અલગ અલગ જગ્યાએ લગ્ન થવાના હતા.
મૃતક યુવતીએ લગ્નનો પોષાક પહેરેલો હતો

યુવતીએ હાથમાં મહેંદી રચાવી નવા ખરીદેલા લગ્ન પોષાક સાથે નવા લગ્ન સમયે પહેરે તેવા ચંપલ પહેરેલા હતા. તેના ગળાના ભાગે ત્રણ ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવતાં અનેક શંકાઓ ઊઠવા પામી હતી.જો કે લગ્ન બાબતે હત્યા થઈ હોવાનુ અનુમાન લાગી રહ્યુ છે.
બંને વચ્ચે કુટુંબિક ભાઈ-બહેનનો સંબંધ

મરણ જનાર લાસુબેનના પિતા કાંનાભાઈ માજીરાણા અને હત્યારા યુવક લુંભેશના પિતા હરજીભાઈ કુટુંબિક ભાણેજ થતા હતા. આમ બનને યુવક યુવતીના પિતા એક બીજાના મામા-ફોઈના દીકરા-ભાઈ હોવાથી બન્નેના સંતાન એટલે કે યુવક-યુવતી વચ્ચે સગામાં ભાઈ બહેનનો સબંધ હતો.
યુવતી મંગળવારની સાંજથી ગુમ હતીઃ PSI

આ ઘટના સદર્ભે પીએસઆઈ કે.જી.પરમારે જણાવ્યુ હતુ કે, ખીમાણાવાસ ગામેથી મંગળવારની સાંજના ગુમ થયેલ યુવતીના મૃતદેહ નજીકથી હત્યામાં વપરાયેલ કુહાડી, એક મોબાઈલ તેમજ એક પાણીની અડધી બોટલ મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published.