બજેટ પહેલાં આ વખતે તૂટી ગઇ વર્ષો જૂની અનોખી પરંપરા

nation

નાણાં મંત્રાલયમાં બજેટ-2022ની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ વખતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ચોથી વખત દેશનું બજેટ રજૂ કરશે. ગયા વખતની જેમ આ વખતે પણ બજેટ પણ અલગ હશે. આપને જણાવી દઇએ કે 2021માં 5 સ્ટાર હોટલનું જમવાની સાથે 52 વર્ષ જૂની પરંપરા તૂટી હતી. આ વર્ષે વધુ એક હલવા સેરેમનીની પરંપરા તૂટી.

નાણાંમંત્રાલય દ્વારા રજૂ કરયું નિવેદન

આ વખતે પણ એક જૂની પરંપરાને નિભાવામાં આવશે નહીં. આ વખતે બજેટની છપામણી શરૂ થાય તે પહેલાં યોજાતી ‘હલવા સેરેમની’નું આયોજન કરાયું નથી. કારણ કે કોવિડ-19 મહામારીના કેસ વધ્યા છે. આ માહિતી નાણાં મંત્રાલયની તરફથી આપવામાં આવી.

હલવાની જગ્યાએ મીઠાઇ વહેંચાઇ

મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે કેન્દ્રીય બજેટ બનાવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરવા માટે દર વર્ષે આયોજીત થતી હલવા સેરેમનીની જગ્યાએ કોર સ્ટાફને તેમના કાર્યસ્થળ પર ‘લોક-ઇન’માંથી પસાર થવાના લીધે મીઠાઇ વહેંચાઇ. આમ કોરોના મહામારી અને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની અંતર્ગત કરાયું.

શું હોય છે હલવા સેરેમની

દર વર્ષે નોર્થ બ્લોકમાં હલવા સેરેમનીની સાથે બજેટની પ્રિન્ટિંગ શરૂઆત કરાય છે. નાણાં મંત્રાલયની ઓફિસમાં એક કડાઇમાં હલવો બનાવીને વહેંચાય છે. નાણાં મંત્રી હલવો પોતાના હાથે બધાને વહેંચે છે. નાણાંમંત્રી સિવાય આ રસ્મમાં અધિકારીઓ પણ હાજર રહે છે. હલવા સેરેમની બાદ બજેટના પ્રિન્ટિંગ સાથે જોડાયેલા અંદાજે 100 કર્મચારી નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં બનેલા પ્રિન્ટિંગ પ્રેસમાં થોડાંક દિવસ માટે રહે છે.

ગયા વર્ષે છેલ્લાં 52 વર્ષ જૂની પરંપરા તૂટી હતી

2021નું બજેટ રજૂ કરવા દરમ્યાન સંસદ સભ્યોને જમવાનું ઉત્તર રેલવેની કેન્ટીનની જગ્યાએ 5 સ્ટાર અશોક હોટલ દ્વારા તૈયાર કરાયું હતું. આવું પહેલી વખત બન્યું હતું. કારણ કે આની પહેલાં 52 વર્ષથી ઉત્તર રેલવેની તરફથી તમામ સાંસદોને જમાડવામાં આવે છે.

પેપરલેસ હશે બજેટ

કેન્દ્રની મોદી સરકારે એક ઐતિહાસિક નિર્ણય તરીકે 2021-22નું કેન્દ્રીય બજેટ પહેલી વખત પેપરલેસ તરીકે રજૂ થયું હતું. સંસદના સભ્યો અને સામાન્ય પ્રજા માટે બજેટ ડોક્યુમેન્ટસને જોવા માટે એક ‘Union Budget Mobile App’ પણ લોન્ચ કરાઇ હતી. 1 ફેબ્રુઆરી 2022ના રોજ સંસદમાં બજેટ પ્રસ્તુત કરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ કેન્દ્રીય બજેટ 2022-23 મોબાઇલ એપ પર પણ ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published.