ભગવાન શંકરના રુદ્રાવતાર હનુમાનજીને સંકટમોચન દેવતા મનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હનુમાનજી કળયુગમાં પણ જાગૃત એવા દેવતા છે. તેમની સાધના અને ઉપાસનાથી દુ:ખ અને ગ્રહ પીડા પણ દુર થઈ જાય છે.
તેમની આરાધના માટે શ્રેષ્ઠ ઉપાય છે બજરંગ બાણનો પાઠ. આ પાઠ કરવાથી કોઈપણ પ્રકારની દેહ પીડા, કષ્ટ, ભય, દરિદ્રતા, ભુત-પ્રેતની બાધાઓથી છુટકારો મળી જાય છે. ઉપરાંત સાંસારિક કામનાઓની પુર્તિ થાય છે. નિયમિત બજરંગ બાણનો પાઠ કરનાર વ્યક્તિ ભયરહિત અને વિશ્વાસથી ભરાય જાય છે. ત્યારે જાણી લો કે કેવી રીતે કરવો બજરંગ બાણનો પાઠ.
– આ પાઠ કરવાની શરૂઆત મંગળવાર અથવા શનિવારે કરવી.
– સ્નાનાદિ કર્મ કરી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સામે આસન પાથરી અને બેસવું.
– પાઠ કરવાનો હોય તેના આગલા દિવસે ઘઉં, ચોખા, મગ, અડદ, કાળા તલ પલાળી દેવા અને બીજા દિવસે તેને પીસીને તેમાંથી દીવો તૈયાર કરવો.
– આ દિવાની વાટ માટે પોતાની ઊંચાઈ બરાબર લાલ દોરો લેવો અને તેમાંથી દિવાની વાટ બનાવવી. જો લાલ દોરો ન હોય તો સુતરનો દોર લઈ તેને લાલ રંગથી રંગી લેવો.
– દિવામાં સુગંધિત તેલ ઉમેરવું અને ગુગળની અગરબત્તી અથવા ધૂપ કરી બજરંગ બાણનો પાઠ કરવો.
– આ પાઠ કરો તે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું.