‘બેબી ફાર્મિંગ’: નાઈજીરિયામાં યુવતીઓને કરવામાં આવે છે જબરદસ્તી પ્રેગનેન્ટ!

social

દુનિયામાં ઘણા ગેરકાયદે કામો થાય છે, જેમાંથી એક છે બેબી ફાર્મિંગ. માનવોની તસ્કરી થાય છે એમ જ દુનિયાનો એક એવો દેશ છે કે જ્યાં બેબી ફાર્મિંગ થાય છે. આફ્રિકન દેશ નાઈજીરિયામાં ગેરકાયદેસર રીતે બેબી ફાર્મિંગ કરવામાં આવે છે. અહીં યુવતીઓને જબરદસ્તીથી પ્રેગનેન્ટ કરવામાં આવે છે અને પછી બાળકના જન્મ બાદ બાળકને વેચી દેવામાં આવે છે. નવાઈની વાત એ છે કે બાળકો પેદા કરવા માટે મોટાભાગે સગીર છોકરીઓને પસંદ કરવામાં આવે છે.

અહીં ચાલી રહ્યો છે બેબી ફાર્મિંગનો ગેરકાયદે ધંધો

એક અખબારી અહેવાલ અનુસાર, નાઈજીરિયાના દક્ષિણ-પૂર્વ ભાગમાં બેબી ફાર્મિંગનો આ ગેરકાયદેસર ધંધો ધૂમ મચાવી રહ્યો છે. બેબી ફાર્મિંગ માટે, માનવ તસ્કરો કાં તો યુવતીઓનું અપહરણ કરે છે અથવા તેમને નોકરી અપાવવાના બહાને પોતાની જાળમાં ફસાવે છે. અને પછી તેમને ગર્ભવતી કરીને બાળકો પેદા કરાવવામાં આવે છે.

એક પીડિત યુવતીએ જણાવી આપવીતી

પીડિત યુવતીએ જણાવ્યું કે તેને તેના ગામથી કામ અપાવવાના બહાને લાવવામાં આવી હતી. ઘણા લોકોએ તેના પર બળાત્કાર કર્યો. સગર્ભા થયા બાદ પણ તેના પર ઘણી વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેને અંધારિયા રૂમમાં રાખવામાં આવી હતી. તેને ઘણી વખત ભાગી જવાનો વિચાર કર્યો હતો પરંતુ નજર રાખવા માટે ઘરની બહાર ગાર્ડ હાજર રહેતા, તેથી તે ભાગી શકી નહીં. રેપ કરતી વખતે તેઓને એનાથી ફરક નથી પડતો કે છોકરી 6 અઠવાડિયાથી ગર્ભવતી છે લે 6 મહિનાથી ગર્ભવતી છે.

પીડિતાએ આગળ જણાવતા કહ્યું કે અમને ખબર પણ નથી હોતી કે અમારું બાળકને કેટલામાં વેચવામાં આવ્યું? જો બાળક છોકરો હોય તો તેની કિંમત વધુ હોય છે. એક છોકરો 2 હજાર ડોલર એટલે કે લગભગ 1 લાખ 48 હજાર 352 રૂપિયામાં વેચાય છે. જયારે એક છોકરીને 1350 ડોલર એટલે કે લગભગ 1 લાખ રૂપિયામાં વેચવામાં આવે છે.

14 થી 17 વર્ષની સગીર છોકરીઓને બનાવવામાં આવે છે ટાર્ગેટ

એક રિપોર્ટ અનુસાર, માનવ તસ્કરો મોટે ભાગે 14 થી 17 વર્ષની વય જૂથની સગીર છોકરીઓને નિશાન બનાવે છે. જો આ છોકરીઓ ક્યારેય માનવ તસ્કરોના ચુંગાલમાંથી છટકી જાય તો પણ તેઓ ગર્ભપાત કરાવી શકતી નથી કારણ કે નાઈજીરિયામાં ગર્ભપાત કરાવવા પર પ્રતિબંધ છે.

Leave a Reply

Your email address will not be published.