દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો તમે વધારે ખર્ચ કર્યા વિના સ્વાદિષ્ટ અને ચોખ્ખી વાનગીનો સ્વાદ માણવા ઈચ્છો છો તો અમે તમારી મદદ કરીશું. જી હા, આજે અમે આપને માટે સિમ્પલ રેસિપિ સાથે મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા સ્વાદિષ્ટ મઠિયા બનાવવાની રેસિપિ લાવ્યા છીએ. આ સીઝનમાં મઠિયા પરિવારને અને મહેમાનને પસંદ આવે છે. તો જાણો રેસિપિ અને ઘરે જ કરી લો ટ્રાય.
મઠિયા માટેની સામગ્રી
100 ગ્રામ કિલો મઠનો લોટ
100 ગ્રામ અડદનો લોટ
25 ગ્રામ સફેદ મરચું
2.5 ટેબલ સ્પૂન મીઠુ
50 ગ્રામ દળેલી ખાંડ
1 ટી સ્પૂન અજમો
તળવા માટે તેલ
બનાવવાની રીત
જ્યારે પણ તમે ઘરે મઠિયા બનાવવાનું વિચારો છો તો એક કપ ગરમ પાણીમાં ખાંડને ઓગાળી લો. હવે એક કપ પાણીમાં સફેદ મરચું, મીઠું અને અજમો નાંખીને સારી રીતે મિક્સ કરો. બંને લોટને મિક્સ કરી લો. તેમાં ખાંડનું પાણી અને સફેદ મરચાનું પાણી મિક્સ કરો. તેને સારી રીતે મસળી લો અને કડક લોટ તૈયાર કરી લો. હવે તેમાં થોડું સાદું તેલ મિક્સ કરો. તેને ફરીથી મિક્સ કરો અને ખેંચો. લોટ ઢીલો થશે. જ્યારે લોટ સારી રીતે બંધાઈ જાય ત્યારે તેનો લાંબો રોલ કરો અને એક દોરીની મદદથી તેના એકસરખા લૂઆ કરી લો. હવે લૂઆને થાળી કે આડણી પર પ્લાસ્ટિક મૂકીને મૂકો અને તેની પર તેલ લગાવો. ફરીથી ઉપર પ્લાસ્ટિક રાખો અને તેને વણી લો. જેમ જેમ તમે મઠિયા વણો તેમ તેમ તેને એકની ઉપર એક થપ્પી કરીને મૂકો. જેથી તે જલ્દી સૂકાશે પણ નહીં. જ્યારે તમારા મઠિયા વણાઈ જાય ત્યારે તમે તેને તળી લો અને તરત જ ઉપયોગમાં લઈ શકો છો. મહેમાન આવે તો પણ તમે તેને યૂઝ કરી શકો છો.
તો હવે કોની રાહ જુઓ છો, થઈ જાઓ તૈયાર અને ફટાફટ ઘરે જ બનાવી લો મઠિયા.